ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Andhra Pradesh Brutal Murder : દસમા ધોરણના વિદ્યાર્થીને મિત્રએ પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી - Crime News

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં એક શાળાના વિદ્યાર્થીને સળગાવીને મારી નાખવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે, તેના મિત્રએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે કેસ નોંધ્યા બાદ આરોપીની શોધખોળ કરી રહી છે.

Brutal Murder: દસમા ધોરણના વિદ્યાર્થીને મિત્રએ પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી
Brutal Murder: દસમા ધોરણના વિદ્યાર્થીને મિત્રએ પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી

By

Published : Jun 16, 2023, 4:55 PM IST

ચેરુકુપલ્લી: આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં એક શાળાના વિદ્યાર્થીની હત્યાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. હત્યાનું કારણ જાણી શકાયું નથી. વિદ્યાર્થીના મિત્રએ તેના સાથીદારો સાથે મળીને તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધા હોવાનો આરોપ છે. જેના કારણે વિદ્યાર્થીનું દર્દનાક મોત થયું હતુ. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પેટ્રોલ છાંટી આગ ચાંપી: ચેરુકુપલ્લી મંડલની રાજોલુ પંચાયતનો વિદ્યાર્થી ઉપ્પલ અમરનાથ સ્થાનિક હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તે ટ્યુશન માટે રોજ સવારે રાજોલુ જતો હતો. શુક્રવારે સવારે પણ તે ઘરેથી ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં તેના એક મિત્રએ અન્ય કેટલાક લોકો સાથે મળીને રેડલાપલેમમાં તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી.

મોત પહેલા નિવેદન: સ્થાનિક લોકોએ છોકરાને આગની જ્વાળાઓમાં તડફડિયા મારતો જોયો હતો. ઘટનાસ્થળે તરત જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેને ગુંટુર GGH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન છોકરાનું મોત થયું હતું. મૃત્યુ પહેલા અમરનાથે પોલીસને જણાવ્યું કે, વેંકટેશ્વર રેડ્ડી અને અન્ય લોકોએ તેમના પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી.

પરિવારજનોમાં રોષ: ચેરુકુપલ્લી SI કોંડા રેડ્ડીએ કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. આ દર્દનાક ઘટના બાદ પીડિતના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિજનોએ પોલીસને આરોપીની ધરપકડ કરવા માંગ કરી છે. પોલીસે કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

  1. Vadodara Crime : પણસોલી ગામનાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી ડભોઈ પોલીસ
  2. Rajkot Crime : રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાંથી આવ્યા બાદ પતિએ પત્નીને છરીના ઘા મારી કરી હત્યા

ABOUT THE AUTHOR

...view details