ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશ: ભાજપના નેતા આત્મારામ તોમરની હત્યા, ઘરમાંથી મળ્યો મૃતદેહ - Atmaram Tomar news

બાગપત જિલ્લામાં ભાજપના નેતા આત્મારામ તોમરનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આત્મારામ તોમરનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો. પોલીસે મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આત્મારામ તોમર
આત્મારામ તોમર

By

Published : Sep 10, 2021, 9:11 AM IST

  • ભાજપના નેતા આત્મારામ તોમરની હત્યા
  • ઘરમાંથી મળ્યો મૃતદેહ
  • પોલીસે વધુ તપાસ શરૂ કરી

બાગપત: ઉત્તર પ્રદેશના બાગપતમાં ભાજપના નેતાની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ભાજપના નેતા આત્મારામ તોમરનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આત્મારામ તોમરનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

છપરૌલી વિધાનસભાથી ભાજપની ટિકિટ પર લડી ચૂંટણી

આત્મારામ તોમર જનતા વૈદિક કોલેજના આચાર્ય પણ રહી ચૂક્યા છે. તેમણે 1993 ની ચૂંટણી છપરૌલી વિધાનસભાથી ભાજપની ટિકિટ પર લડી હતી અને 1997 માં તેઓ ભાજપના પ્રધાન હતા.

આ પણ વાંચો : PM મોદી 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા પ્રવાસે જાય તેવી શક્યતા, જો બાઇડેન સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો :અમદાવાદમાં લાલ દરવાજામાં આવેલું છે પેશ્વાકાલીન સમયનું 300 વર્ષ જૂનું ગણપતિ બાપાનું પૌરાણિક મંદિર

ABOUT THE AUTHOR

...view details