કર્ણાટકએકર્ણાટકના ધારવાડ શહેરમાં પોલીસ દ્વારા હત્યાના આરોપીને તેના પ્રેમી સાથે ખાનગી લોજમાં રહેવાની છૂટ આપવાની (Murder accused allowed to stay in lodge with lover) ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. બલ્લારી પોલીસ હત્યાના આરોપી બચ્ચા ખાનને શનિવારે ધારવાડની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોમાતા બની પુત્રના મોતનું કારણ, તેણીએ પણ જીવનલિલા સંકેલી
હોટલના રૂમમાં પ્રેમી સાથે રહેવાની મંજૂરી આપીપોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પરત જતા પહેલા હોટલના રૂમમાં તેના પ્રેમી સાથે રહેવાની મંજૂરી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ પણ ઘટનાસ્થળે સુરક્ષા કરી રહી હતી. બચ્ચા ખાનની ગલફ્રેન્ડ રૂમમાં તેની રાહ જોઈ રહ્યી હતી. જો કે, હુબલી ગોકુલા રોડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પોલીસ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવા અને હત્યાના આરોપીને તેના પ્રેમી સાથે લોજમાં રહેવાની મંજૂરી આપવા વિશે માહિતી એકત્રિત કરી હતી. જાસૂસોએ દરોડો પાડ્યો હતો અને બચ્ચા ખાનને તેમની કસ્ટડીમાં લીધો હતો. આ મામલે પોલીસ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ઈરફાન ઉર્ફે ફળ ઈરફાનની હત્યાના સંબંધમાં બચ્ચા ખાનની અગાઉ હુબલીમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચોસુરતમાં મહિલા પોલીસ કર્મચારીને સતર્કતાથી બાળકી હવસનો શિકાર થતી બચી