ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોણ છે મુન્ના કુરેશી ? જેણે ઉત્તરાખંડ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી - सिल्कयारा टनल

ઉત્તરાખંડ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને આજે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્કયુ ઓપરેશનમાં દિલ્હીના મુન્ના કુરેશીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, ચાલો જાણીએ કોણ છે મુન્ના કુરેશી...

મુન્ના કુરેશી
મુન્ના કુરેશી

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 2:12 PM IST

નવી દિલ્હીઃઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને આખરે બહાર કાઢવામાં આવ્યા છે. ઘણી ટીમોની મહેનતને કારણે આ બચાવ કાર્ય પૂર્ણ થયું હતું. જેમાં 12 મીટરના ખોદકામમાં કોઈ મશીનનો ઉપયોગ કરવાનો ન હતો, જેના માટે Rat Miners ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હીના મુન્ના કુરેશીએ પણ આ ટેકનિક હેઠળ કામ કરનારાઓમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Rat Miners ટેકનિકનો ઉપયોગ:રાજીવ નગરનો રહેવાસી મુન્ના દિલ્હીમાં Rat Minersનું કામ કરે છે. તેમની ટીમ Rat Miners ટેકનોલોજી દ્વારા ગટર સાફ કરવામાં નિષ્ણાત છે. જ્યારે ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે મુન્ના કુરેશીની ટીમને બોલાવવામાં આવી. જેમણે હાથ વડે છેલ્લા 12 મીટરનો કાટમાળ હટાવ્યો હતો. મુન્નાની ટીમમાં મોનુ કુમાર, વકીલ ખાન, ફિરોઝ પ્રસાદી, વિપિન અને અન્ય Rat Miners પણ સામેલ હતા.

હાથથી ખાણ ખોદી પ્રવેશ:આ ટેક્નોલોજીનો ઉપયોગ મુખ્યત્વે મેઘાલયના પહાડી વિસ્તારોમાં થાય છે. પહાડી વિસ્તારોમાં ઘણી ગેરકાયદે કોલસાની ખાણો છે, જ્યાંથી મશીનોનું પરિવહન કરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં કોલસા સુધી પહોંચવા માટે Rat Minersની તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે અને કામદારો પોતાના હાથથી ખાણ ખોદી અંદર પ્રવેશ કરે છે. પાછા આવવા માટે દોરડા અને વાંસની મદદ લેવામાં આવે છે. અગાઉ આ પદ્ધતિનો ઉપયોગ દિલ્હીમાં ગટર સાફ કરવા માટે પણ કરવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  1. 17 દિવસ પછી વિશાલ સુરંગમાંથી બહાર આવતાં પરિવારે મનાવી દિવાળી, સુરંગમાં પાછા મોકલવાની ના પાડી
  2. ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, એક વિચક્ષણ સમીક્ષા

ABOUT THE AUTHOR

...view details