ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના મશહૂર શાયર મુનવ્વર રાણા સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત - france terrorist attack

લખનૌ : દેશના મશહૂર શાયર મુનવ્વર રાણા જે આ દિવસોમાં પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં છે. પાંચ વર્ષ પહેલાં દાદરીમાં અખલાકની હત્યા બાદ દેશમાં એવોર્ડ પરત કરવાની જે પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં મુનાવ્વરે ફણ પોતાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત કરી દીધો હતો. તે દિવસથી તેઓ ચર્ચામાં છે. હવે તેમણે ફાંસમાં ઇતિહાસના શિક્ષકની હત્યાના સમર્થનમાં વિવાદિત નિવેદન આપ્યું છે. મુનવ્વર રાણાએ પોતાના વિવાદિત નિવેદનમાં કહ્યું કે, જો કોઇ તેના માતાપિતા અથવા ભગવાનનું ગંદુ કાર્ટુન બનાવે છે. તો તેઓ પણ તેમની હત્યા કરી નાખશે. મશહૂર શાયરે કહ્યું હતું કે, જેણે પણ પયંગબર મોહમ્મદનું કાર્ટૂન બનાવ્યું તેણે આ કરીને ખોટું કર્યું છે.

દેશના મશહૂર શાયર મુનવ્વર રાણા સાથે ઇટીવી ભારતન ખાસ વાતચીત
દેશના મશહૂર શાયર મુનવ્વર રાણા સાથે ઇટીવી ભારતન ખાસ વાતચીત

By

Published : Nov 7, 2020, 2:35 PM IST

લખનૌ : દેશના મશહૂર શાયર મુનવ્વર રાણા હાલમાં પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં છે. પાંચ વર્ષ પહેલાં દાદરીમાં અખલાકની હત્યા બાદ દેશમાં એવોર્ડ પરત કરવાની જે પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં મુનાવ્વરે પણ પોતાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત કરી દીધો હતો. તે દિવસથી તેઓ ચર્ચામાં છે.

તેમણે કરોડો લોકોના દિલ જીત્યા

બીજી તરફ તેમની શાયરીમાં કોઇ દિવસ હિન્દુ કે મુસ્લિમ જોવા મળ્યું નથી. છેલ્લાં પાંચ વર્ષને છોડી દો તો 'માં' પર કલામ લખીને દેશ દુનિયામાં ખ્યાતિ મેળવનારા આ મહાન કવિની પર ક્યારેય અવાજ ઉઠ્યો નથી. તેમણે કરોડો લોકોના દિલ જીત્યા છે. લોકોએ તેમને આદર ભાવ આપ્યો છે. અચાનક 70 વર્ષની આ ઉંમરે શું થયું કે, મુનાવ્વર રાણા સમાજમાં એક તરફ ઉભેલા જોવા મળ્યા.

દેશના મશહૂર શાયર મુનવ્વર રાણા સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત

ફાંસની ઘટના પર આપ્યું વિવાદિત નિવેદન

મુનવ્વર રાણાએ પોતાના વિવાદિત નિવેદનમાં કહ્યું કે, જો કોઇ તેના માતાપિતા અથવા ભગવાનનું ગંદુ કાર્ટુન બનાવે છે. તો તેઓ પણ તેમની હત્યા કરી નાખશે. મશહૂર શાયરે કહ્યું હતું કે, જેમણે પણ પયંગબર મોહમ્મદનું કાર્ટૂન બનાવ્યું તેણે આ કરીને ખોટું કર્યું છે.

ઇટીવી ભારત સાથેની વાતચીત

ઇટીવી ભારત સાથેની વાતચીતમાં મુનાવ્વર રાણાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમારૂ આ નિવેદન તમારી ઓળખને નુક્સાન પહોંચાડી શકે છે. જો તમે આવી નિવેદનો ન આપો તો શું ફર્ક પડે છે. ફાંસમાં તમારા નિવેદન બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. તમારા પર એફઆઇઆર દાખલ થઇ તેના પર તમારૂ શું કહેવું છે. જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details