મુંબઈઃમુંબઈ પોલીસે ડિંડોશી વિસ્તારમાં કચરાના ઢગલામાંથી 100 ગ્રામ સોનું શોધી કાઢ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તેને રિકવર કરવામાં સફળતા મેળવી છે. એક મહિલાએ એક ભિખારીને પાવથી ભરેલી થેલી આપી. આ થેલીમાં કેટલાક ઘરેણા પણ હતા. પરંતુ ફેંકતી વખતે મહિલાનું આ બાબતે ધ્યાન ન હતું.
મહિલાએ ભુલથી થેલી આપી દિધી - સુંદરી નામની મહિલાએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે આરે કોલોનીમાં રહે છે. તે તેના દાગીનાથી પૈસા લેવા માટે જઇ રહી હતી. તેણે દીકરીના લગ્ન માટે લોન લીધી હતી. જતી વખતે તેણે એક ભિખારી અને તેના પુત્રને જોયા હતા. તેણીએ તેમને ખાવા માટેનું આપ્યું હતું. તેને યાદ ન આવ્યું કે તેમાં ઘરેણાં પણ છે.
પોલીસનું નિવેદન - પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે સુંદરી બેંક પહોંચી તો તેને અચાનક યાદ આવ્યું કે તેના ઘરેણાં તે થેલીમાં હતા. તે તરત જ પાછી ફરે છે, પણ ભિખારી ત્યાં નહોતો. જે બાદ સુંદરીએ પોલીસ સ્ટેશન જઈને સમગ્ર ઘટના જણાવી હતી. પોલીસ તે સ્થળે પહોંચી હતી. ત્યાં, કચરાના ઢગલાની આસપાસ શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં.
ઉંદર થેલી લઇને ભાગ્યો - આ પછી પોલીસે તે જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતી. આ ફૂટેજમાં તેણે થેલી દેખાણી હતી. પોલીસની ટીમ તે સ્થળે પહોંચી ત્યારે તે થેલી ઉંદર લઈને જતો રહ્યો હતો. પોલીસે તેની પાછળ જવું પડ્યું હતું. પછી થેલી શોધવામાં સફળતા મળી હતી. ડિંડોશી પોલીસ તપાસ ટીમના વડા સૂરજ રાઉતે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. રાઉતે કહ્યું કે, પોલીસે કચરાના ઢગલામાં બેગની શોધ કરી, પરંતુ તે મળી ન હતી. પોલીસે જ્યારે કચરાના ઢગના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો તેમને ઉંદર પાસે કચરાની થેલી મળી આવી હતી. તેની અંદર દાગીના હતા. પોલીસે એ પણ જણાવ્યું કે તે ભિખારીએ પણ જોયા વગર થેલી ફેંકી દીધી હતી.