નવી દિલ્હીઃઈન્ડિયન પ્રીમિયર લીગ આવતીકાલે એટલે કે ગુરુવારે 31 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેપ્ટન રોહિત શર્મા IPLની કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે. ફ્રેન્ચાઈઝી માટે આ કોઈ મોટા ફટકાથી ઓછું નથી. એવી અટકળો છે કે, રોહિત શર્મા WTC ફાઈનલના વર્કલોડને કારણે કેટલીક મેચોમાંથી આરામ લઈ શકે છે, પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે રોહિતની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી શકે છે.
રોહિત શર્મા અને મુખ્ય કોચ માર્ક બાઉચરે પ્રેસ કોન્ફરન્સ કરી:બુધવાર, 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ માર્ક બાઉચરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ PC માં, રોહિત શર્માએ કહ્યું હતું કે, 'ફ્રેન્ચાઇઝીએ તેને પોતાને એક અલગ અવતારમાં બતાવવાની તક આપી છે'. IPL 2023માં રોહિત મુંબઈની કમાન સંભાળતા 10 વર્ષ પૂરા કરશે. પાંચ IPL ટાઇટલ સાથે, તે ટૂર્નામેન્ટનો સૌથી સફળ કેપ્ટન છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. IPL 2023 ની 16મી સીઝનની શરૂઆત પહેલા, રોહિત શર્માએ ફ્રેન્ચાઇઝી સાથેના તેમના લાંબા જોડાણ વિશે વાત કરી અને કહ્યું કે તે પ્રવાસની દરેક ક્ષણને પ્રેમ કરી રહ્યો છે.
Arjun Tendulkar Debut: સચિન તેંડુલકરના પુત્ર અર્જન તેંડુલકરે હજુ સુધી IPLમાં પદાર્પણ કર્યું નથી