ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈના એટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ - The building collapsed

મુંબઈના એટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે અનેક લોકો દટાયા છે. આ અકસ્માતમાં 10 લોકોનો આબાદ બચાવ થયો છે અને બચાવ કામગીરી હજુ ચાલુ છે.

Mumbai Flash
Mumbai Flash

By

Published : Nov 9, 2021, 10:54 AM IST

Updated : Nov 9, 2021, 11:10 AM IST

  • એટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી
  • કાટમાળ નીચે અનેક લોકો દટાયા
  • અકસ્માતમાં 10 લોકોનો આબાદ બચાવ થયો

મુંબઈ: આજે સવારે 8.00 વાગ્યે, સાયન કોલીવાડા કોકરી અગર, જય મહારાષ્ટ્ર નગર ઝૂંપડપટ્ટીમાં 3 મકાનો ધરાશાયી (building collapsed) થયા છે. ફાયર વિભાગ અને એન્ટોફિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘરમાં ફસાયેલા નવ લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય ઘરોમાં રેશનની દુકાન, ભંગારની દુકાન અને મીઠાની દુકાન હતી. રેશનની દુકાન પર રિપેરિંગનું કામ ચાલતું હતું. રેશનની દુકાનની ઉપર બે મકાનો હતા, ભંગારની દુકાનની ઉપર 2 મકાનો હતા, મીઠાની દુકાનની ઉપર 1 મકાન હતું.

બચાવ કામગીરી ચાલુ

એટોપ હિલ વિસ્તારમાં ધરાશાયી (building collapsed) થયેલા મકાનમાંથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ અકસ્માતમાં 10 લોકોનો આબાદ બચાવ થયો છે. બાકીનાની શોધખોળ ચાલુ છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. સતત રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મુંબઈના અનેક વિસ્તારોમાંથી ઈમારત ધરાશાયી થવાની, આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. જણાવી દઈએ કે, 5 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ શહેરમાં 12 માળની ઈમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ 60થી વધુ લોકોને તેમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

મુંબઈના એટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી

ફ્લેટના લોકો તરત જ બહાર આવ્યા પરંતુ ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લગભગ 3:30 વાગ્યાની આસપાસ આઠમા માળના કોરિડોરમાં સંભવતઃ શોર્ટ સર્કિટને કારણે ફાટી નીકળી હતી. તેમણે કહ્યું કે જ્યારે તે ફ્લોર પરના ફ્લેટના રહેવાસીઓએ દરવાજો ખોલ્યો, ત્યારે આગ ઘરની અંદર ફેલાઈ ગઈ અને ધુમાડો ઉપરના માળે પણ ફેલાઈ ગયો હતો. ફ્લેટના લોકો તરત જ બહાર આવ્યા પરંતુ ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું.

Last Updated : Nov 9, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details