ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mumbai Drugs Case Update: આર્યન ખાનની જામીન અરજી અંગે કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી - NCBના ક્ષેત્રીય નિર્દેશક સમીર વાનખેડે

ક્રુઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આર્યન ખાને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જોકે, કસ્ટડીમાં મોકલાયેલા આર્યને તરત જ જામીન અરજી દાખલ કરી હતી, જે અંગે આજે કોર્ટમાં સુનાવણી શરૂ તઈ ચૂકી છે. બીજી તરફ આજે આર્યન ખાનની માતા ગૌરી ખાનનો 51મો જન્મદિવસ છે. એટલે સૌની નજર તેને જામીન મળશે કે નહીં તેની પર છે.

Mumbai Drugs Case Update: આર્યન ખાનની જામીન અરજી અંગે કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
Mumbai Drugs Case Update: આર્યન ખાનની જામીન અરજી અંગે કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી

By

Published : Oct 8, 2021, 3:12 PM IST

  • મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસ મામલામાં (Mumbai Drugs Case) આરોપી આર્યન ખાનની જામીન અરજી અંગે કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
  • આર્યન ખાનની માતા ગૌરી ખાનનો આજે જન્મદિવસ હોવાથી આર્યનને જામીન મળશે કે નહીં તેની પર સૌની નજર
  • આર્યન ખાનની જામીન અંગે વકીલ સતીષ માનશિંદે પૂરી તાકાત લગાવી રહ્યા છે

ન્યૂઝ ડેસ્કઃ NCB તરફથી ASGએ દલીલ કરી હતી કે, NDPS કોર્ટને જામીન આપવાનો અધિકાર નથી. આ મામલાને સેશન્સ કોર્ટ મોકલવામાં આવે, પરંતુ સતીષ માનશિંદેએ અનિલ સિંહની દલીલોને ખોટી ગણાવી છે. આર્યન ખાનની જામીન અંગે વકીલ સતીષ માનશિંદે પૂરી તાકાત લગાવી રહ્યા છે. તો NCB તેની જામીન અરજીનો વિરોધ કરી રહી છે. બીજી તરફ NCBની ટીમ આર્યન ખાન સહિત અનય્ આરોપીઓને આર્થર રોડ જેલ લઈને પહોંચી છે.

આ પણ વાંચો-19 વર્ષ જૂના રણજીત મર્ડર કેસમાં મોટો ચુકાદો, રામ રહીમ સહિત 5 આરોપી દોષી જાહેર

ગૌરી ખાનના જન્મદિવસ પર પુત્રની જામીન અરજી પર સુનાવણી

આજે ગૌરી ખાનનો 51મો જન્મદિવસ છે અને આ પ્રસંગે તેનો પુત્ર પોલીસ કસ્ટડીમાં છે. શાહરુખ અને ગૌરી પોતાના પુત્રને ઘરે જોવા માગે છે. તો બોલિવુડ કલાકારો પણ શાહરુખ અને આર્યનના સપોર્ટમાં દેખાઈ રહ્યા છે. હાલમાં જ ઋતિક રોશને આર્યનને ઓપન લેટર લખ્યો હતો, જેના પર વિવિધ સેલિબ્રિટીઝ પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

આ પણ વાંચો-Aryan Khan Drug Case : મુંબઈની ટીમને ગુજરાત NCB કરશે 'મદદ'

NCBએ અત્યાર સુધી 18 લોકોની ધરપકડ કરી

આરોપી આર્યન ખાન સહિત 7 લોકોની 11 ઓક્ટોબર સુધી કસ્ટડીની માગ કરતા NCBએ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ હજી પણ દરોડા પાડી રહ્યા છે અને તે દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. NCBએ અત્યાર સુધી આ મામલામાં કુલ 16 લોકોની ધરપકડ કરી છે. તો NCBના ક્ષેત્રીય નિર્દેશક સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, મુંબઈ તટ પર ક્રુઝ જહાજ પાર્ટીમાં દરોડા પછી ડ્રગ્સની જપ્તીથી સંબંધિત મામલામાં એક નાઈજિરિયન નાગરિક સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, કોર્ટે NCBની આર્યનને કેટલાક દિવસ વધુ કસ્ટડીમાં રાખવાની અરજી ફગાવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details