- બોમ્બે હાઈકોર્ટમાં આજે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી
- અત્યારે આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે
- NDPS કોર્ટમાં જામીન અરજી રદ થવા પર આર્યન ખાન બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો
મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટ આજે આર્યન ખાનને જામીન આપવાની (Aryan Khan bail plea Bombay high court) અપીલ પર સુનાવણી કરશે. આર્યનની અરજી પર બોમ્બ હાઈકોર્ટે (Aryan Plea Bombay HC) ગઈ 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, તેઓ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી (Aryan Khan bail plea hearing) કરશે. આર્યનના વકીલ સતીષ માનશિંદેએ (Aryan Lawyer Satish Maneshinde) 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, અમે કોર્ટને કહ્યું કે, મામલાની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી થવી જોઈએ, પરંતુ ન્યાયાધીશે ઈનકાર કરી દીધો હતો.
આ પણ વાંચો-Drug Case: આર્યન ખાન કેસમાં NCBને બિહાર બાદ હવે નેપાળ સુધીના તાર મળ્યા
મુંબઈની એક વિશેષ કોર્ટે આર્યનના જામીન ફગાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ જપ્તી મામલામાં આર્યન ખાન (Drugs Seizure Aryan Khan) અને 2 અન્યને મુંબઈની એક વિશેષ કોર્ટે બુધવારે 21 ઓક્ટોબરે જામીન આપવાથી ઈનકાર કરી દીધો હતો. NDPS કોર્ટમાં જામીન અરજી રદ થવા પર આર્યન ખાન બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં આર્યનનો મિત્ર અરબાઝ મર્ચન્ટ પણ (Arbaaz Merchant) અપીલ કરશે. તેના વકીલે કહ્યું હતું કે, NDPS કોર્ટમાં જામીન અરજી (NDPS Court Bail Plea) રદ થવા પછી હવે તે ઉચ્ચ કોર્ટમાં જશે.