- આર્યન ખાન ડ્રગ્સ પાર્ટીને લઈને કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
- આજે 7 ઓક્ટોબરના રોજ NCBની કસ્ટડીમાં પુરી થતી હતી
- NCB એ આર્યનની કસ્ટડી 4 દિવસ વધારવાની માંગ કરી
મુંબઈ, મહારાષ્ટ્ર : ક્રૂઝ રેવ પાર્ટી(Mumbai Cruise Rave Party) કેસમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની કસ્ટડી આજે ગુરુવારે પૂરી થાય છે. આ કેસમાં મુંબઈની કોર્ટે આર્યનને 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જેને લઈને જામીન અરજીની સુનાવણી માટે આર્યન કોર્ટ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન ડ્રગ વિરોધી એજન્સી NCB વતી કહેવામાં આવ્યું કે, આ મામલાની તપાસ માટે અમને સોમવાર સુધી આર્યન ખાનની કસ્ટડીની જરૂર છે, ત્યારે આર્યન સહિત 7 આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.