મુંબઈ:સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટે સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 1989માં ઉદ્યોગપતિ નુસ્લી વાડિયાની હત્યાના કથિત પ્રયાસ સાથે સંબંધિત કેસમાં સાક્ષી તરીકે સમન્સ આપવાની અરજી ફગાવી દીધી હતી. આ મામલો 33 વર્ષ પહેલાનો છે. જેમાં સંબંધિત કેસમાં સાક્ષી તરીકે મુકેશ અંબાણીને સમન્સ આપવાની અરજી ફગાવી દેવામાં આવી છે.
અંબાણીને સાક્ષી તરીકે તપાસવાની વિનંતી:આરોપીઓમાંના એક ઈવાન સિકેરાએ ગયા વર્ષે મુકેશ અંબાણીને સાક્ષી તરીકે તપાસવાની વિનંતી સાથે સીબીઆઈ કોર્ટના શરણે ગયા હતા. પંરતુ કેન્દ્રીય એજન્સીએ અરજીનો વિરોધ કર્યો હતો. વિશેષ CBI કોર્ટના ન્યાયાધીશ એસ પી નાઈક નિમ્બલકરે બચાવ અને ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ સિકેરાની અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચો એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા જોવા મળ્યા, સગાઈ બાદ પહેલીવાર જામનગરમાં
હત્યાનું કાવતરું તારીખ 31 જુલાઈ, 1989 ના રોજ, વ્યવસાયિક દુશ્મનાવટને કારણે, બોમ્બે ડાઈંગના ભૂતપૂર્વ ચેરમેન વાડિયાની હત્યાનું કાવતરું ઘડવા બદલ કીર્તિ અંબાણી અને અન્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે તારીખ 2 ઓગસ્ટ, 1989ના રોજ સીબીઆઈને તપાસ સોંપી હતી, પરંતુ 2003માં ટ્રાયલ શરૂ થઈ હતી.
આ પણ વાંચો રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન અને કરી 51 સુવર્ણ કળશની પૂજા
નક્કી કરવાનો અધિકાર નથી:વકીલએ જણાવ્યા અનૂસાર કોર્ટે અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે આરોપીને એ નક્કી કરવાનો અધિકાર નથી કે ફરિયાદ પક્ષે કોને સાક્ષી તરીકે બોલાવવા જોઈએ. અગાઉ, કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટમાં તેના જવાબમાં કહ્યું હતું કે આરોપી પાસે આ મામલે વધુ તપાસ કરવા માટે કોઈ સ્થાન નથી અને તેની અરજી ફગાવી દેવી જોઈએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ભૂતપૂર્વ વરિષ્ઠ એક્ઝિક્યુટિવ કીર્તિ અંબાણી આ કેસમાં મુખ્ય આરોપી હતા. ટ્રાયલ દરમિયાન કીર્તિનું મૃત્યુ થયું હતું.
ષડયંત્રનો કેસ:આ કેસ ન તો પાછો ખેંચવામાં આવ્યો છે કે ન તો આગળ વધ્યો છે. પરંતુ તે ન્યાયિક અવસ્થામાં છે. ભારતીય અદાલત પ્રણાલીમાં હજારો કેસોનો બેકલોગ એ રાજકીય કૌભાંડોને દફનાવવાનું એક અનુકૂળ સ્થાન છે. અને હજારો કેસો ચાલી જ રહ્યા છે જેના ચૂકાદાઓ આવતા પણ નથી અને કેસનો પુર્ણવિરામ પણ આવતો નથી. આ કેસ પણ 33 વર્ષ પહેલાનો છે.