નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુંબઈ હુમલાની 14મી વરસી પર પીડિતોને યાદ કર્યા હતાં. (14th anniversary of terror attack )તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'દેશ એ તમામ લોકોને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે જેને આપણે ગુમાવ્યા છે. અમે તેમના સ્નેહીજનો અને પરિવારોની નિરંતર પીડાને સમજીએ છીએ. રાષ્ટ્ર સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પે છે જેમણે બહાદુરીથી લડ્યા અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું.'
26/11 Mumbai Attack : 14મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ સહિત મહાનુભાવોએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ - મુંબઈ આતંકી હુમલાની 14મી વરસી
આજે 26/11 મુંબઈ આતંકી હુમલાની 14મી વરસી છે.(14th anniversary of terror attack ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હુમલાના પીડિતોને યાદ કર્યા હતા. દેશની રક્ષામાં સર્વોચ્ચ બલિદાન આપનાર સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રદ્ધાંજલિ અર્પી:મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી,(26 11 MUMBAI ATTACK ) સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોલીસ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ તુકારામ ઓમ્બલે સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જીવતો પકડી લીધો:આતંકવાદીઓના નાપાક મનસૂબાના કારણે આ દિવસે જ મુંબઈ હચમચી ગયું હતું. આ દિવસ ઈતિહાસનો કાળો અધ્યાય છે, અને તે ક્રૂર હત્યાઓ માટે હંમેશા યાદ રાખવામાં આવે છે. આ હુમલાઓ ત્રણ દિવસ સુધી ચાલ્યા હતાં. આ દરમિયાન નવ હુમલાખોર આતંકવાદીઓ માર્યા ગયા હતા અને મુંબઈ પોલીસે આતંકવાદી કસાબને જીવતો પકડી લીધો હતો, જેને પાછળથી ફાંસી આપવામાં આવી હતી.