મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે, 100 કિમી માટે પુલનું બાંધકામ અને 230 કિમી માટે પિલર લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), જે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ કાર્ય કરી રહી છે, તેણે આ માહિતી આપી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સંદર્ભમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે.
છ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા : NHSRCL મુજબ, આ પુલોમાં ગુજરાતની છ નદીઓ એટલે કે વલસાડ જિલ્લાના પાર અને ઔરંગાબાદ, નવસારી જિલ્લામાં પૂર્ણા, મીંધોલા, અંબિકા અને વેંગાનિયા પરના પુલનો સમાવેશ થાય છે. NHSRCLએ કહ્યું, 'પ્રોજેક્ટનો પહેલો ગર્ડર 25 નવેમ્બર, 2021ના રોજ લગાવવામાં આવ્યો હતો અને છ મહિનામાં એટલે કે 30 જૂન, 2022 સુધીમાં બ્રિજનો એક કિલોમીટર તૈયાર થઈ ગયો હતો. આ વર્ષે 22 એપ્રિલે 50 કિલોમીટરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું અને પછી છ મહિનામાં 100 કિલોમીટરના પુલનું નિર્માણ થયું.
આટલા કરોડના ખર્ચે તૈયાર થશે પ્રોજેક્ટ : તેમણે કહ્યું કે આ ઉપરાંત આ પ્રોજેક્ટ માટે 250 કિલોમીટરના પિલર લગાવવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને બંધાયેલા બ્રિજની બાજુઓ પર નોઈઝ બેરિયર્સ લગાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. શેરહોલ્ડિંગ સિસ્ટમ મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને રૂપિયા 10,000 કરોડ ચૂકવશે, જ્યારે ગુજરાત સરકાર રૂપિયા 5,000 કરોડ ચૂકવશે અને મહારાષ્ટ્ર સરકાર પણ એટલી જ રકમ ચૂકવશે.
2017માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો : બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકાના વ્યાજે લોન દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન લગભગ બે કલાકમાં 500 કિલોમીટરથી વધુનું અંતર કાપશે તેવી અપેક્ષા છે.
- Mumbai-Ahmedabad Bullet Train Project: વલસાડ જિલ્લામાં સૌથી પહેલો પાર નદી ઉપર 320 મીટર લાંબો બ્રિજ તૈયાર
- Mumbai-Ahmedabad Bullet Train Project: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધ સ્તરે, PM કરશે જાતનિરીક્ષણ