અમદાવાદ :મુંબઈથી અમદાવાદ આવી રહેલી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન ગુરુવારે સવારે અકસ્માતનો (Vande Bharat Train Accident Buffalo) શિકાર બની હતી. આ અકસ્માત ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી થયો ન હતો, પરંતુ તે વટવા અને મણિનગર સ્ટેશન નજીક પ્રાણીઓના ટોળા સાથે અથડાયને થયો હતો. આ અકસ્માતમાં ટ્રેનનું નાક તૂટી ગયું હતું અને 4 ભેંસોના મોત થયા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ભેંસોના માલિકો વિરુદ્ધ કેસ (Vande Bharat Train Accident Fir) નોંધ્યો છે.
ટ્રેનને 20 મિનિટ રોકવી પડી હતી:અમદાવાદ રેલ્વેના પીઆરઓએ જણાવ્યું કે, આ અકસ્માત સવારે 11.15 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતબાદ ટ્રેનને 20 મિનિટ સુધી રોકવી પડી હતી. જે બાદ ટ્રેનને ઠીક કરીને રવાના કરવામાં આવી હતી. આ વંદે ભારત ટ્રેનને 30 સપ્ટેમ્બરે ફ્લેગ ઓફ (Pm Modi flag off Vande Bharat Train) કરવામાં આવી હતી. આ ટ્રેન 180થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
રેલવે CPROએ માહિતી આપી:રેલ્વે CPRO સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, ગ્રામજનોને તેમના ઢોરને ટ્રેકની નજીક ન છોડવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, વેસ્ટર્ન રેલ્વે ગાંધીનગર-અમદાવાદ સેક્શન પર ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે ફેન્સીંગ પર કામ કરશે.
ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન:દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી અને નવી દિલ્હી અને માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે દોડતી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ થઈને અમદાવાદ જાય છે અને પછી આ રૂટ દ્વારા ગાંધીનગર પરત આવે છે.
વધુ 400 વંદે ભારત ટ્રેન દોડાવવાની તૈયારી:રેલવે બોર્ડ દેશભરમાં 400 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં GPS આધારિત માહિતી પ્રણાલી, CCTV કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.