- મુંબઈના શિવાજી નગરમાં બની અકસ્માતની ઘટના
- બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોનાં મોત
- 10 લોકો ઘાયલ થયા
મુંબઈ: શિવાજી નગરમાં એક મોટી અકસ્માતની ઘટના બની છે. અહીં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ માહિતી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી છે. જણાવવમાં આવી રહ્યું છે કે, વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ શિવાજી નગરના ગોવંડી વિસ્તારમાં બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગમાં 13 લોકો રહેતા હતા. ઘાયલ થયેલા 10 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:રાયગઢ મકાન દુ્ર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત, જાણો ઓગસ્ટમાં ગુજરાતમાં આટલા મકાન ઘરાશાયી થયાં
મુંબઈના શિવાજી નગરમાં ધરાશાયની ઘટના બની