મહારાષ્ટ્ર:મધ્ય મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં છ લોકોએ કથિત રીતે 16 વર્ષની છોકરી પર સામુહિક દુષ્કર્મ કર્યું (MUMBAI 16 YEAR OLD GIRL GANG RAPED) હતું. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. ત્રણ આરોપીઓ સગીર છે. પોલીસે યુવતીના મિત્ર સહિત છ લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:કિશોરી પર સામુહિક દુષ્કર્મ કરનાર આઠ રાક્ષસની થઈ ધરપકડ
મિત્રના જન્મદિવસની ઉજવણી: પોલીસે શુક્રવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે આરોપીઓમાંથી એક પીડિતાનો મિત્ર હતો અને બંને બીજા મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ચાલમાં ગયા હતા. અન્ય પાંચ આરોપીઓ પણ જન્મદિવસની ઉજવણી માટે ત્યાં હાજર હતા. બાદમાં રાત્રે, ચાલના રહેવાસીઓએ છોકરીના રડવાનો અવાજ સાંભળ્યો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો:વડોદરાની યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલો: આરોપીનો હજી સુધી કોઈ પત્તો નહિ
ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો: તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પહોંચીને એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સગીર છોકરી અને આરોપીને ત્યાં જોયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, છોકરી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO)હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ત્રણ સગીર આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને ડોંગરી સ્થિત ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવ્યા હતા. વધુ તપાસ હાથ ધરી છે.