ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Multi Barrel Rocket Launcher India : રાજસ્થાનના પોખરણમાંથી સફળતાપૂર્વક પિનાકા-ઇઆર બેરલ રોકેટ લોન્ચ - Pokhran range of Rajasthan

પિનાકા રોકેટનું એડવાન્સ વર્ઝન પિનાકા-ઇઆર લોન્ચ(Multi Barrel Rocket Launcher India) કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના પોખરણ રેન્જમાં DRDO(Defence Research and Development Organisation) દ્વારા તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.

Multi Barrel Rocket Launcher India : રાજસ્થાનના પોખરણમાંથી સફળતાપૂર્વક પિનાકા-ઇઆર બેરલ રોકેટ લોન્ચ
Multi Barrel Rocket Launcher India : રાજસ્થાનના પોખરણમાંથી સફળતાપૂર્વક પિનાકા-ઇઆર બેરલ રોકેટ લોન્ચ

By

Published : Dec 11, 2021, 2:21 PM IST

  • પોખરણમાંથી પિનાકા-ઇઆર મલ્ટી બેરલ રોકેટ લોન્ચર કર્યું
  • પિનાકા-ઇઆર એ પિનાકા રોકેટનું અપગ્રેડેડ વર્ઝન છે
  • પિનાકા છેલ્લા એક દાયકાથી ભારતીય સેનાની સેવામાં આપે છે

પોખરણ: પિનાકા રોકેટનું અદ્યતન સંસ્કરણ પિનાકા-ઇઆર લોન્ચ(Multi Barrel Rocket Launcher India) કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના પોખરણ રેન્જમાં DRDO(Pokhran range of Rajasthan) દ્વારા તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. પિનાકા-ઇઆર મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પોખરણ(pinaka multiple rocket launcher in pokhran) રેન્જમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોકેટ સિસ્ટમ પુણે સ્થિત આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને હાઈ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.

પિનાકા છેલ્લા એક દાયકાથી ભારતીય સેનાની સેવામાં છે

આ સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) લેબોરેટરી ARDE, HEMRL, પુણે સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીને ભારતીય ઉદ્યોગમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ ઉપરાંત પિનાકા-ઇઆર એ પિનાકા રોકેટનું અપગ્રેડેડ વર્ઝન છે. પિનાકા છેલ્લા એક દાયકાથી ભારતીય સેનાની સેવામાં છે. પિનાકા-ઇઆરને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આમાં અદ્યતન ટેક્નોલોજી વડે તેની ફાયરપાવર વધારવામાં આવી છે.

આ પણ વાંચોઃ કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો આતંકીઓએ નહીં, પરંતુ અમેરિકાએ કર્યો હતો: એજન્સી

આ પણ વાંચોઃ ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે આરપારની લડાઈ, હમાસના 100 રોકેટને Iron Domએ હવામાં જ ધ્વસ્ત કર્યા

ABOUT THE AUTHOR

...view details