- હરીફ વિનિતાને માત્ર 15 મત જ મળ્યા હતા
- રામફલ વાલ્મિકીને કુલ 3,877 મત મળ્યા હતા
- ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવના કારણે સેફાઇ હંમેશાં ચર્ચામાં રહે છે
ઇટાવાઃ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના ગામ સેફાઇએ પણ યુપી પંચાયતની ચૂંટણી 2021માં નવો ઇતિહાસ રચ્યો છે. આ ગામમાં 50 વર્ષમાં પહેલીવાર મતોની ગણતરી કરવામાં આવી હતી અને મુલાયમસિંહના પરિવાર દ્વારા સમર્થિત ઉમેદવાર રામફલ વાલ્મિકીનો વિજય થયો હતો. રામફલની જીતનું અંતર પણ ઘણું મોટું રહ્યું હતું. તેમને કુલ 3,877 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ વિનિતાને માત્ર 15 મત જ મળ્યા હતા.
આ પણ વાંચોઃરાજસ્થાનની 3 વિધાનસભા પેટા-ચૂંટણીમાં રચાયો ઈતિહાસ
છેલ્લા 50 વર્ષમાં પહેલીવાર સેફાઇમાં મતદાન થયું છે
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવના કારણે સેફાઇ હંમેશાં ચર્ચામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા 50 વર્ષમાં પહેલીવાર અહીં મતદાન થયું છે. આ અગાઉ અહીં મુખ્ય અધિકારી પદ પર બિનસંવાદી ચૂંટણી યોજાતી હતી. મુલાયમસિંહના મિત્ર દર્શનસિંહ યાદવ 1971થી સેફાઇ ગામના વડા તરીકે ચૂંટાયા હતા. ગયા વર્ષે 17 ઓક્ટોબરે તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી.