લખનઉઃમાફિયા અતીક અહેમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા કરવામાં આવી હતી. જેને લઈને બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારી ગભરાટમાં છે. મુખ્તાર અંસારી બુધવારે મની લોન્ડરિંગ કેસમાં હાજર થવાના હતા પરંતુ તેણે પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાનું કહ્યું હતું. ટેક્નિકલ ખામીને કારણે કોર્ટ આરોપ નક્કી કરી શકી નથી. હવે આગામી 2 મે તારીખ નક્કી કરવામાં આવી છે.
મુખ્તાર અંસારી કેમ ગભરાયો: 10 એપ્રિલે માફિયા મુખ્તાર અંસારીને બાંદા જેલમાંથી લખનઉ સીબીઆઈ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તે દિવસે ED દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્તાર અંસારી અને પુત્ર અબ્બાસ અન્સારી વિરુદ્ધ CBI કોર્ટમાં આરોપો ઘડવામાં આવનાર હતા. તે દિવસે કોર્ટે સુનાવણી કરી ન હતી. આ કારણોસર આગામી તારીખ 19 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. બુધવારે કોર્ટમાં આરોપો નક્કી થવાના હતા. આ માટે મુખ્તાર અંસારીને કોર્ટમાં હાજર થવાનું હતું. પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરતા મુખ્તારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાવાનું કહ્યું.
આ પણ વાંચો:Atiq-Ashraf Murder Case: અતીક-અશરફની સુરક્ષામાં 'બેદરકારી'ના આરોપમાં પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ