ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે - MUKESH AMBANI

મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ પણ પુષ્ટિ આપી છે કે, રિલાયન્સ તરફથી રાજ્યને 100 ટન ઓક્સિજન મળ્યું છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડરથી ભરેલી ટ્રક હજી માર્ગમાં છે.

મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે

By

Published : Apr 16, 2021, 10:00 AM IST

  • આ ઔદ્યોગિક ઓક્સિજનમાં થોડો ફેરફાર તેને તબીબી ઉપયોગ માટે યોગ્ય બનાવી શકે છે
  • આ ઓક્સિજન વૈશ્વિક રોગચાળા કોવિડ -19 ના દર્દીઓને આપવામાં આવશે
  • માનવીય જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી કંપની આ ઓક્સિજન વિનામૂલ્યે પ્રદાન કરી રહી છે

નવી દિલ્હી: અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગર સ્થિત તેની બે ઓઇલ રિફાઇનરીઓમાંથી મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ટ્રકમાં ઓક્સિજન લઈ રહી છે. આ ઔદ્યોગિક ઓક્સિજનમાં થોડો ફેરફાર તેને તબીબી ઉપયોગ માટે યોગ્ય બનાવી શકે છે.

કંપની આ ઓક્સિજન વિનામૂલ્યે પ્રદાન કરી રહી છે

આ ઓક્સિજન વૈશ્વિક રોગચાળા કોવિડ -19ના દર્દીઓને આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જામનગર રિફાઇનરીમાંથી 100 ટન ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. માનવીય જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી કંપની આ ઓક્સિજન વિનામૂલ્યે પ્રદાન કરી રહી છે. દરમિયાન, મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ પણ પુષ્ટિ આપી છે કે રિલાયન્સ પાસેથી રાજ્યને 100 ટન ઓક્સિજન મળ્યું છે.

આ પણ વાંચો:મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

ઓક્સિજન સિલિન્ડરથી ભરેલા ટ્રકો હજી માર્ગમાં છે

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડરથી ભરેલા ટ્રકો હજી માર્ગમાં છે. જોકે, અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ટ્રકોની અવરજવર બંધ થતાં જામનગરમાં ટ્રક અટવાઇ હતી. નોંધનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજનની વિશાળ અછત છે. ઓઇલ રિફાઇનરી નાઇટ્રોજનના ઉત્પાદન માટે તેના હવા-વિભાજન પ્લાન્ટમાં ઔદ્યોગિક ઓક્સિજન પણ બનાવે છે. આ ઓક્સિજન તબીબી ઉપયોગ માટે 99.9% શુદ્ધતા ઓક્સિજન બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓને દૂર કરી શકે છે.

આ પણ વાંચો:મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ જ્ચારે, ગૌતમ અદાણી બીજા સ્થાને: ફોર્બ્સ

BPCL કોચીની સરકારી હોસ્પિટલોમાં દરરોજ 1.5 ટન ઓક્સિજન પહોંચાડશે

દરમિયાન સરકાર દ્વારા સંચાલિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ પણ કહ્યું હતું કે, તે તેની કોચિ રિફાઇનરીમાંથી કેરળને મેડિકલ ઓક્સિજન સપ્લાય કરશે. જેથી કોવિડ -19ના ગંભીર દર્દીઓ યોગ્ય સારવાર મેળવી શકે. BPCLનું કહેવું છે કે, તે કોચીની સરકારી હોસ્પિટલોમાં દરરોજ 1.5 ટન ઓક્સિજન પહોંચાડશે. આ સપ્લાય સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામાં આવશે. પ્રવાહી ઓક્સિજન 99.7 ટકા શુદ્ધતા સાથે કોચિ રિફાઇનરીમાં ઉત્પન્ન થાય છે.

ABOUT THE AUTHOR

...view details