નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોનીની 7 નંબરની જર્સી હવે કોઈ અન્ય ભારતીય ક્રિકેટર પહેરેલો જોવા નહીં મળે. કારણ કે વિશ્વ કપ વિજેતા કેપ્ટન એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના ત્રણ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) દ્વારા ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકર જેવું સન્માન આપવામાં આવ્યું છે. એમએસ ધોનીએ ક્રિકેટમાં આપેલા યોગદાનને સન્માન આપતા તેમણે પહેરવામાં આવતા નંબર 7 'નિવૃત્ત' કરવામાં આવ્યો છે.
સચિનને પ્રથમ સન્માન :આ પહેલા આ સન્માન 2017 માં એકમાત્ર ક્રિકેટર સચિન તેંડુલકરને આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, સચિન તેંડુલકરની ઓળખ સમાન સિગ્નેચર જર્સી નંબર 10 પણ કાયમ માટે નિવૃત્ત થઈ ગઈ હતી. હવે સવાલ એ થાય છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલીના જર્સી નંબર પણ 'રિટાયર્ડ' હશે. શું તેના ચાહકો આ માંગ કરશે ?
7 નંબર અમર થયો : BCCI એ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ અને ખાસ કરીને નવોદિત ખેલાડીઓને જાણ કરી છે કે તેમની પાસે સચિન તેંડુલકર અને એમએસ ધોની સાથે સંબંધિત નંબર 7 અને 10 નો વિકલ્પ નથી. ક્રિકેટ બોર્ડે યુવા ખેલાડીઓ અને વર્તમાન ભારતીય ટીમના ખેલાડીઓને એમએસ ધોનીની 7 નંબરની જર્સી પસંદ ન કરવા કહ્યું છે. BCCI એ ક્રિકેટમાં આપેલા યોગદાન બદલ એમએસ ધોનીની ટી-શર્ટને રિટાયર્ડ કરવાનો નિર્ણય લીધો છે. હવે પછી કોઈ નવો ભારતીય ખેલાડી 7 નંબરની જર્સી મેળવી શકશે નહીં. ઉપરાંત જર્સી નંબર 10 પહેલાથી જ આ યાદીમાંથી બહાર છે.
જર્સી નંબરના નિયમ : તમને જણાવી દઈએ કે ક્રિકેટ બોર્ડના નિયમો અનુસાર ICC ખેલાડીઓને 1 થી 100 ની વચ્ચે કોઈપણ નંબર પસંદ કરવાની મંજૂરી આપે છે. પરંતુ ભારતમાં વિકલ્પો મર્યાદિત છે. હાલમાં ભારતીય ટીમના નિયમિત ખેલાડીઓ અને દાવેદારો માટે લગભગ 60 નંબરો નક્કી કર્યા છે. તેથી જો કોઈ ખેલાડી લગભગ એક વર્ષ સુધી ટીમની બહાર હોય તો પણ તેનો નંબર કોઈપણ નવા ખેલાડીને આપવામાં આવતો નથી. BCCI ના એક અધિકારીએ જણાવ્યું કે, તાજેતરમાં ડેબ્યુ કરનાર ખેલાડી પાસે પસંદગી માટે લગભગ 30 નંબર છે.
ક્યારે શરૂ થઈ જર્સી રિટાયરની પરંપરા ?વર્ષ 2017 માં મુંબઈના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર 10 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા અને સોશિયલ મીડિયા પર સચિનના ચાહકોએ તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. સચિન બનવાની કોશિશ, આ હેશટેગ ત્યારે ટ્રેન્ડમાં હતો. ત્યારબાદ BCCI એ પ્રથમ વખત તેંડુલકરના નંબર 10 ને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો.
- BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ, બીજા ક્રમના ક્રિકેટ બોર્ડ ઓસ્ટ્રેલિયાથી 28 ગણું ધનવાન
- ક્યાં અને ક્યારે થશે IPL 2024ની હરાજી ? શેડ્યુલ અને પ્લેયરથી લઈને જાણો તમામ વિગત