ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IPL 2022: ધોનીએ છોડી કેપ્ટન્સી,આ ખેલાડીને મળી CSKની કમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2022) ગુરુવારે મોટો ફેરફાર (Indian Premier League) કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી (ms dhoni hands over captaincy) દીધી છે. ધોનીની જગ્યાએ હવે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને CSKની કમાન સોંપવામાં આવી છે.

IPL 2022: ધોનીએ છોડી કેપ્ટન્સી,આ ખેલાડીને મળી CSKની કમાન
IPL 2022: ધોનીએ છોડી કેપ્ટન્સી,આ ખેલાડીને મળી CSKની કમાન

By

Published : Mar 24, 2022, 3:49 PM IST

હૈદરાબાદ: IPL 2022 શરૂ થવામાં માત્ર બે દિવસ (Indian Premier League ) બાકી છે. પરંતુ તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ચાર વખતની ચેમ્પિયન CSKએ રવિન્દ્ર જાડેજાને પોતાનો નવો કેપ્ટન (ms dhoni hands over captaincy) બનાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી છોડી દીધી છે. તેના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને (CSK new captain Ravindra Jadeja) કમાન સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:બાંગ્લાદેશ સામે ભારતનો 110 રને વિજય, સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ

4 ખેલાડીઓને રિટેન કર્યા:આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂપિયા 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 6 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 8 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

26 માર્ચે કોલકાતા સામે પ્રથમ મેચ:ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈને વાનખેડે સ્ટેડિયમમાં 26 માર્ચે કોલકાતા સામે પ્રથમ મેચ રમવાની છે. પરંતુ તે પહેલા 4 વખતની ચેમ્પિયન CSKમાં મોટો ફેરફાર થયો છે. ધોની આઈપીએલ ઈતિહાસનો બીજો સફળ કેપ્ટન છે. તેમના નેતૃત્વ હેઠળ, CSKએ વર્ષ 2010, 2011, 2018 અને 2021માં 4 વખત ખિતાબ જીત્યો હતો. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈએ 121 મેચ જીતી હતી.

જાડેજા ચેન્નાઈ ટીમનો ત્રીજો કેપ્ટન :33 વર્ષીય જાડેજા 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ પણ 6 મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમ માત્ર બે મેચ જીતી શકી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ:રીટેન્શન લિસ્ટ: રવીન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), ઋતુરાજ ગાયકવાડ (8 કરોડ), મોઈન અલી (6 કરોડ).

આ પણ વાંચો:વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ લીધી નિવૃત્તિ

બેટ્સમેન/વિકેટકીપર્સ:રોબિન ઉથપ્પા (2 કરોડ), અંબાતી રાયડુ (6.75 કરોડ), ડેવોન કોનવે (1 કરોડ), સુભ્રાંશુ સેનાપતિ (20 લાખ), હરિ નિશાંત (20 લાખ), એન જગદીસન (20 લાખ).

ઓલરાઉન્ડરઃડ્વેન બ્રાવો (4.40 કરોડ), શિવમ દુબે (4 કરોડ), રાજવર્ધન હેંગરગેકર (1.50 કરોડ), ડ્વેન પ્રિટોરિયસ (0.50 કરોડ), મિશેલ સેન્ટનર (1.9 કરોડ), પ્રશાંત સોલંકી (1.20 કરોડ), ક્રિસ જોર્ડન (3.600) કરોડ), ભગત વર્મા (20 લાખ).

બોલરઃદીપક ચહર (14 કરોડ), કેએમ આસિફ (20 લાખ), તુષાર દેશપાંડે (20 લાખ), મહિષ તિક્ષાના (70 લાખ), સિમરજીત સિંહ (20 લાખ), એડમ મિલ્ને (1.90 કરોડ), મુકેશ ચૌધરી (20 લાખ) .

ABOUT THE AUTHOR

...view details