ગુજરાત

gujarat

Bhopal Unique library: કબાડમાંથી બનેલી એક અનોખી લાઇબ્રેરી 'કિતાબી મસ્તી', લગભગ 3 હજાર પુસ્તકો ઉપલબ્ધ

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 4:32 PM IST

ભોપાલની ઝૂંપડપટ્ટીમાં રહેતી 11મા ધોરણની વિદ્યાર્થીની મુસ્કાન અહિરવારે આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ સાથે મળીને ઝૂંપડપટ્ટીમાં ભંગાર સામગ્રીનો ઉપયોગ કરીને પુસ્તકાલય બનાવ્યું છે. આ પુસ્તકાલયમાં 3 હજાર પુસ્તકો છે. દરરોજ 30 બાળકો પુસ્તકાલયમાં પહોંચે છે. આ પુસ્તકાલય કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેમાં કોણે યોગદાન આપ્યું, વાંચો ભોપાલથી ETV ભારત સંવાદદાતા બ્રજેન્દ્ર પટેરિયાનો વિશેષ અહેવાલ...

MP UNIQUE LIBRARY KITABI MASTI BUILT WITH WASTE MATERIAL WHICH IS LOOKED AFTER BY CHILDREN IN BHOPAL
MP UNIQUE LIBRARY KITABI MASTI BUILT WITH WASTE MATERIAL WHICH IS LOOKED AFTER BY CHILDREN IN BHOPAL

ભોપાલ:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક ઝૂંપડપટ્ટીમાં કચરામાંથી બનેલી લાયબ્રેરીએ અહીંના બાળકોને પુસ્તકો વાંચવાની લત લગાવી દીધી છે. આ પુસ્તકાલયનું નામ કિતાબી મસ્તી રાખવામાં આવ્યું છે. આ પુસ્તકાલયમાં લગભગ 3 હજાર પુસ્તકો છે, જ્યાં દરરોજ સાંજે મોટી સંખ્યામાં બાળકો વાંચવા આવે છે.

કબાડમાંથી બનેલી એક અનોખી લાઇબ્રેરી 'કિતાબી મસ્તી'

વિદ્યાર્થીએ શરૂ કરી હતી લાઈબ્રેરી:આ લાઈબ્રેરી લગભગ 7 વર્ષ પહેલા આ ઝૂંપડપટ્ટીમાં રહેતી 11મા ધોરણની વિદ્યાર્થીની મુસ્કાન અહિરવારે શરૂ કરી હતી. જ્યાં પણ તેને પુસ્તકો મળતાં, તે ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીમાં તેના ઘરની બહાર દોરડા પર લટકાવતી હતી. બાળકો આવતા, કેટલાક પુસ્તકો વાંચતા અને કેટલાક તેમનામાં ચિત્રો જોઈને ખુશ થતા હતા. મુસ્કાન આ બાળકોને પુસ્તકો વાંચતા. ધીરે ધીરે તેની પુસ્તકોની દુનિયા વધતી ગઈ અને તેની પાસે આવનારા બાળકોની સંખ્યા પણ વધતી ગઈ.

લગભગ 3 હજાર પુસ્તકો ઉપલબ્ધ

આર્કિટેક્ટના વિદ્યાર્થીઓએ કચરામાંથી લાઇબ્રેરી બનાવી: જ્યારે શાળા શિક્ષણ વિભાગના અધિકારીઓએ બાળકીના પ્રયાસો પર ધ્યાન આપ્યું, ત્યારે વિભાગના અધિકારીઓએ આ બાળ પુસ્તકાલયને પુસ્તકો ભેટમાં આપ્યા. આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ નેશનલ એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ઓફ આર્કિટેક્ચર ઈન્ડિયા કોમ્પિટિશન હેઠળ આ લાઈબ્રેરીને નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ પસંદ કર્યો હતો.

લાઇબ્રેરી એક મહિનામાં તૈયાર: પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પ્રિયદર્શિતા કહે છે, "60 વિદ્યાર્થીઓના જૂથે એક મહિનામાં આ પુસ્તકાલય તૈયાર કર્યું. આ માટે કબાડ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે ભોપાલના કબાડ માર્કેટમાંથી જૂના તૂટેલા દરવાજા, ટીનના ડબ્બા, નાયલોનની પ્લાસ્ટિકની ચાદર લાવીને તૈયાર કરી. પુસ્તકાલયમાં ટીન બોક્સ લગાવવામાં આવ્યા હતા, જેમાં પુસ્તકો રાખી શકાય છે. લાઇબ્રેરીની ઉપરના વાંસની ફ્રેમને ટેરાકોટાથી પેઇન્ટિંગ કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લાઈબ્રેરીમાં દરરોજ 30 જેટલા બાળકો આવે છે:લગભગ 3 હજાર પુસ્તકો ધરાવતી આ લાઈબ્રેરીને "કિતાબી મસ્તી" નામ આપવામાં આવ્યું છે. આ પુસ્તકાલયમાં, મુસ્કાન અને સ્વયંસેવક પંકજ ઠાકુર દરરોજ સાંજે બાળકોને શાળાનું હોમવર્ક કરવામાં મદદ કરે છે. બાદમાં તેમને વાંચવા માટે પુસ્તકો આપવામાં આવે છે. પંકજ કહે છે, "અહીં 10મા સુધીના બાળકોને કોર્સની તૈયારી કરાવવામાં આવે છે. પુસ્તકાલયમાં દરરોજ 30 જેટલા બાળકો આવે છે.

  1. MP News : MBBS કોર્સ માટે હિન્દી પાઠ્યપુસ્તકો રજૂ કરનાર મધ્યપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું
  2. International Yoga Day 2023: પીએમ મોદીના નેતૃત્વમાં યોજાયેલ યોગ કાર્યક્રમનો ગિનીસ બુકમાં પ્રવેશ

ABOUT THE AUTHOR

...view details