ઈન્દોર: દેશના સૌથી સ્વચ્છ શહેરમાં 3 દિવસીય પ્રવાસી ભારતીય સંમેલન (Pravasi Bharatiya Divas) રવિવારથી શરૂ થયું છે. પ્રવાસી ભારતીય સંમેલન અને ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના આયોજન અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે નવું વર્ષ મધ્યપ્રદેશ માટે નવી તક લઈને આવ્યું છે. હું PM મોદીનો આભાર માનું છું કે, મધ્યપ્રદેશમાં પ્રવાસી ભારતીય સંમેલન યોજાઈ રહ્યું છે. રવિવારથી શરૂ થયેલા પ્રવાસી ભારતીય સંમેલનમાં ઘણા દેશોમાંથી મહેમાનો પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 600થી વધુ મહેમાનો ઈન્દોર પહોંચી ચૂક્યા છે. તમામ મહેમાનોને ઈન્દોરના સ્ટાર્ટઅપ્સનો પરિચય કરાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે ઈન્દોર પહોંચશે (PM Narendra Modi will reach Indore today), જ્યાં તેઓ પ્રવાસી ભારતીય સંમેલનમાં હાજરી આપશે.
આ પણ વાંચો:હિમાચલમાં સુખુ સરકારના 7 ધારાસભ્યો બન્યા પ્રધાન, રાજ્યપાલે લેવડાવ્યા શપથ
PM મોદી કરશે કોન્ફરન્સનું ઉદ્ઘાટન: PM મોદી સવારે 10:30 વાગ્યે બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર પહોંચશે, જ્યાં પ્રવાસી ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી કોન્ફરન્સનું ઉદ્ઘાટન (Pm Modi will Inaugurate Tourism India Conference) કરશે. જ્યારે કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગયાનાના પ્રમુખ, મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી મુખ્ય અતિથિ તરીકે પરિષદને સંબોધશે અને વિશેષ અતિથિ તરીકે સુરીનામ પ્રજાસત્તાકના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સંબોધશે. જણાવી દઈએ કે પીએમ મોદીએ પણ આ કોન્ફરન્સ વિશે ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસના અવસરે તેઓ ઈન્દોરમાં હશે.