અમદાવાદઃ સંસદમાં કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલ હંમેશા ભારતીય માછીમારોનો મુદ્દો ઉઠાવતા (Shaktisinh Gohil on Gujarat Fishermen) રહેતા હોય છે. ત્યારે આ વખતે તેમણે સંસદમાં પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલા ભારતીય માછીમારના મૃતદેહને પરત લાવવાની (Shaktisinh Gohil demands for Gujarat fisherman) માગ કરી હતી. આ અંગે તેમણે ટ્વિટર પર એક નોટિસ શેર કરીને માહિતી આપી હતી.
પાકિસ્તાની જેલમાંથી ગુજરાતના માછીમારના મૃતદેહને પરત લાવવા સાંસદ શક્તિસિંહ ગોહિલની માગ - Shaktisinh Gohil on Gujarat Fishermen
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં આ વખતે પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલા ભારતીય માછીમારના મૃતદેહને (Shaktisinh Gohil demands for Gujarat fisherman) પરત લાવવાની માગ કરી હતી. આ અંગે તેમણે ટ્વિટર પર એક નોટિસ શેર કરીને માહિતી આપી હતી.
સાંસદે ટ્વિટર પર શેર કરી માહિતી -કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર સંસદમાં આપેલી નોટિસનો ફોટો (Shaktisinh Gohil demands for Gujarat fisherman) શેર કર્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં 600 ભારતીય માછીમારો કેદ છે. આમાંથી એક કેદી સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના નાનુરામ કમલિયા પણ હતા. જોકે, પાકિસ્તાની જેલમાં 3 ફેબ્રુઆરીએ નાનુરામ કમલિયાનું મૃત્યુ થયું હતું. આટલા દિવસ પછી પણ તેમનો મૃતદેહ ગુજરાત નથી પહોંચ્યો. એટલે તેમણે મૃતક માછીમારના મૃતદેહને ગુજરાત લઈ આવવા માગ કરી હતી.
ગુજરાતના 600 માછીમાર પાકિસ્તાનમાં કેદ -સાંસદ શક્તિસિંહ ગોહિલે લખ્યું હતું કે, પાકિસ્તાન મરીન અવારનવાર ગુજરાતના માછીમારોને કેદી (Shaktisinh Gohil demands for Gujarat fisherman) બનાવી લે છે. આજે ગુજરાતના 600 માછીમાર પાકિસ્તાની જેલમાં કેદ છે. સાથે જ તેમણે સરકારથી અનુરોધ કર્યો હતો કે, મૃતક માછીમારનો મૃતદેહ ગુજરાત લાવવામાં આવે અને ગુજરાતના માછીમારોને પાકિસ્તાની જેલમાંથી છોડાવવામાં (Shaktisinh Gohil on Gujarat Fishermen) આવે. જેથી પાકિસ્તાન પર દબાણ બન્યું રહે.