ઉજ્જૈનઃ મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાંડી આશ્રમ પાસે એક ઘાયલ સગીરા મળી આવી હતી. જેનું સમગ્ર શરીર લોહીથી ખરડાયેલું હતું. મહાકાલ પોલીસ સ્ટેશનને જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સગીરાને સારવાર માટે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચાડી હતી. આ હોસ્પિટલના ડૉક્ટરોએ સઘન સારવાર માટે સગીરાને ઈંદોર હોસ્પિટલમાં રીફર કરી હતી.
પોલીસે કર્યુ રક્તદાનઃ ઈંદોરના ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ બાદ બળાત્કાર થયો હોવાની માહિતી આપી. આ બળાત્કારમાં સગીરાનું લોહી ખૂબ વહી ગયું હતું. હાજર પોલીસ કર્મચારીઓએ રક્તદાન કર્યુ હતું. ડૉક્ટરોએ સગીરાના કમરથી નીચેના ભાગોમાં બહુ નુકસાન થયું હોવાનો રિપોર્ટ આપ્યો છે. દિલ્હીના નિર્ભયા કેસ જેવો મામલો હોવાનું પ્રાથમિક અનુમાન છે. સગીરા એટલા આઘાતમાં છે કે તેણી કંઈ બોલી શકતી નથી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ઉજ્જૈન SP દ્વારા SITની રચના કરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજ મળ્યાઃ ઉજ્જૈનના દાંડી આશ્રમ પાસે લોહીથી ખરડાયેલ મળેલ 12 વર્ષીય સગીરા મળી આવી હતી. પોલીસને આ સગીરાનું એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે. જેમાં આ સગીરા લોહીથી ખરડાયેલ હાલતમાં ગલીમાં ફરતી દેખાય છે. તેણીએ એક ઘર બહાર ઊભેલા યુવાન પાસે મદદ પણ માંગી હતી. યુવકે મદદની ના પાડતા આ સગીરા ઘાયલ અવસ્થામાં જ આગળ ચાલવા લાગી હતી. દાંડી આશ્રમ સુધી પહોંચેલી આ સગીરા આખરે બેશુદ્ધ થઈને ઢળી પડી. જેને પોલીસે સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી.
મહાકાલ પોલીસ સ્ટેશનના દાંડી આશ્રમ વિસ્તારમાં એક સગીરા લોહીથી લથપથ હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. અમે તેણે ચરક હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટરોએ ઈંદોર હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. ઈંદોર હોસ્પિટલમાં ડોક્ટરોએ સગીરા સાથે બળાત્કાર થયો હોવાની માહિતી આપી. લોહી ખૂબજ વહી ગયું હોવાથી હાજર પોલીસ કર્મચારીઓએ લોહી આપીને સગીરાનો જીવ બચાવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સગીરા ઉત્તર પ્રદેશની હોવાનું માલૂમ પડ્યું છે. સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. અત્યારે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરાઈ છે...સચિન શર્મા(એસપી, ઉજ્જૈન)
- Kheda Crime: સગો દિવ્યાંગ બાપ બન્યો હેવાન, ફૂલ જેવી દીકરી સાથે આચર્યું દુષ્કર્મ
- Ahmedabad Crime: અમદાવાદમાં દુષ્કર્મ કેસમાં નવો વળાંક, જાણો કેવી રચાયો સમગ્ર ખેલ