ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બસ ડ્રાઈવરે બાળકી પર આચર્યું દુષ્કર્મ, મહિલા કેરટેકરે પણ આપ્યો સાથ

ભોપાલની પ્રતિષ્ઠિત બિલા બોંગ સ્કૂલમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી (Driver obscene 3year old girl) છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડ્રાઈવર અને મહિલા કેર ટેકરની ધરપકડ કરી હતી. તે જ સમયે, હવે ડ્રાઇવરે પોતાનો ગુનો કબૂલી લીધો છે, જે બાદ તેને 15 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. Driver obscene 3year old girl, Obscene act school bus, Driver helper arrest

બસ ડ્રાઈવરે મોકાનો ફાયદો ઉઠાવી બાળકી પર આચર્યું દુષ્કર્મ
બસ ડ્રાઈવરે મોકાનો ફાયદો ઉઠાવી બાળકી પર આચર્યું દુષ્કર્મ

By

Published : Sep 13, 2022, 7:16 PM IST

ભોપાલ, મધ્યપ્રદેશ :મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક હ્રદય કંપાવી ઉઠે તેવી ઘટના સામે આવી (Rape With Minor Madhya pradesh) છે. ત્યાંની પ્રતિષ્ઠિત ખાનગી શાળાના બસ ડ્રાઈવર અને મહિલા કેર ટેકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો (Driver obscene 3year old girl) છે. જણાવી દઈએ કે, ખાનગી શાળાના બસ ડ્રાઈવરે શાળાએ જતી 3 વર્ષની માસૂમ બાળકી સાથેકૃત્ય કર્યું હતું. આ મામલામાં ડ્રાઈવરની સાથે જતી મહિલા કેરટેકરને જાણ હોવા છતા પણ તેમણે ડ્રાઈવરના કૃત્ય પર સવાલ ઉઠાવ્યો ન હતો. આથી, આ બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

માસૂમ બાળકીની અનેક વખત છેડતી : આ ત્રણ વર્ષની બાળકી દરરોજ સ્કૂલ બસમાં આવતી હતી. બસ ડ્રાઈવરે માસૂમ બાળકીની અનેક વખત છેડતી કરી હતી, આ બાદ, તેમના પરદુષ્કર્મપણ કર્યું હોવાની વાત સામે આવી છે. યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે રતીબાદ પોલીસ સ્ટેશને કેસ નોંધી આરોપી બસ ડ્રાઈવર અને મહિલા કેરટેકરની ધરપકડ કરી લીધી છે. હાલ, બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે. રતીબાદ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સ્વરૂપ સિંહે કહ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ શહેરની એક મોટી ખાનગી શાળા છે જેમાં અભ્યાસ કરીને સ્કૂલ બસ મારફતે ઘરે પરત ફરી રહી બાળકી સાથે આ ઘટના બની હતી. Driver obscene 3year old girl, Obscene act school bus, Driver helper arrest

મહિલા પોલીસ આગળની કાર્યવાહી કરશેઃ આ ઘટના બની તે સમયે બસમાં મહિલા કેરટેકર પણ હાજર હતી. તેમ છતા તેણે નિર્દોષને બચાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. સંબંધીઓ પાસેથી મળેલી ફરિયાદ મુજબ થોડા દિવસ પહેલા પણ આરોપીએ માસૂમ સાથે અશ્લીલ હરકતો કરી હતી. તે સમયે યુવતીએ ડરના માર્યા ઘરે કહ્યું ન હતું. આ વખતે ફરી અશ્લીલ હરકતો કરતા પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ કરી હતી. આરોપી બસ ડ્રાઈવર હનુમંત અને બસની મહિલા હેલ્પરની ધરપકડ કરવામાં આવી છે. હાલ, મહિલા થાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસનું નિવેદન : ભોપાલ પોલીસ કમિશ્નર મકરંદ દેઉસ્કરએ કહ્યું કે, જ્યારે છોકરી પાછી આવી ત્યારે તેની માતાએ જોયું કે, તેની બેગમાં રાખેલા કપડા બદલ્યા હતા. આ બાદ માતાએ તેની પુત્રીના ક્લાસ ટીચર અને સ્કૂલના પ્રિન્સિપાલને પૂછપરછ કરી, પરંતુ બન્નેએ બાળકીના કપડાં બદલવાની ના પાડી દીધી હતી. આ બાદમાં યુવતીએ પ્રાઈવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેના માતા-પિતાએ તેને વિશ્વાસમાં લીધી અને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું, ત્યારબાદ તેણે તેમને જાણ કરી કે બસ ડ્રાઈવરે તેની સાથે ગેરવર્તણૂક કરી અને તેના કપડાં પણ બદલી નાખ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, માતા-પિતા અધિકારીઓ સાથે બીજા દિવસે ફરિયાદ કરવા શાળામાં ગયા અને બાળકે ડ્રાઈવરની ઓળખ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details