ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવ્યો છે કે, પતિ તેની સાથે અકુદરતી સેક્સ કરીને ન્યૂડ વીડિયો બનાવતો હતો. જે બાદ હવે પતિએ બ્લેકમેલ (One crore demand by blackmailing) કરીને પીડિતાના પિતા પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે, આ સાથે જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. પોલીસે કેસ નોંધીને ફાઈલ કાનપુર ટ્રાન્સફર કરી દીધી છે, હવે કાનપુર પોલીસ આ મામલાની તપાસ કરશે.
પીડિતા પાસેથી એક કરોડની માંગઃ મામલો ઈન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં પોશ કોલોનીમાં રહેતી પીડિતાએ તેના પતિ, સાસુ અને ભાભી વિરુદ્ધ આ કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો. માહિતી આપતા મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જ્યોતિ શર્માએ જણાવ્યું કે, પીડિતાના લગ્ન કાનપુરમાં રહેતા યુવક સાથે થયા હતા, લગ્ન બાદ તેનો પતિ તેને અકુદરતી સેક્સ (Husband was doing unnatural sex with his wife) માટે દબાણ કરતો હતો. તે પીડિતાનો ન્યૂડ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો. જે બાદ હવે તેણે પીડિતાના પિતા પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે. યુવકે પીડિતાને ધમકી આપી હતી કે, જો તે પિતા પાસેથી 1 કરોડ નહીં લાવે તો તેનો વીડિયો અને ફોટો વાયરલ કરી દેશે.
આ પણ વાંચો:ભારતીય સરહદ પર માનવતા મેહકી: ભૂલથી બાળક પાકિસ્તાનથી ભારત આવી ગયુ અને...