ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇન્દોરના પ્રાઇવેટ ટૂર એન્ડ ટ્રાવેલ્સની ગેરેજમાં આગ લાગતા લાખોનું નુકસાન - કમલા ટ્રાવેલ્સ

ઇન્દોરના આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક પ્રાઇવેટ ટૂર એન્ડ ટ્રાવેલ્સની ગેરેજમાં અચાનક આગ લાગતા એક ગાડી બળી ગઇ હતી. જોકે, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. કોઇ જાનહાનિ થઇ નથી. આ આગને બુઝાવવા માટે લગભગ 13 ટેન્કર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો.

MP: Indore: Fire in tour & travels garage, loss in lakhs
MP: Indore: Fire in tour & travels garage, loss in lakhs

By

Published : Jan 17, 2021, 9:16 AM IST

  • કમલા ટ્રાવેલ્સ નામની ગેરેજમાં આગ લાગી
  • ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
  • કોઇ જાનહાનિ સમાચાર મળ્યા નથી

મધ્યપ્રદેશ : ઇન્દોરના આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મુસાખેડીમાં એક પ્રાઇવેટ કમલા ટ્રાવેલ્સ નામની ગેરેજમાં રાત્રીના સમયે આગ લાગી હતી. આગ લાગતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગથી ગેરેજમાં જે સામાન હતો તે બળીને ખાખ થઇ ગયો હતો. જોકે, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે ગેરેજમાં પડેલ મોટર સાઇકલની સાથે લાખોનું નુક્સાન પહોંચ્યું હતું. જોકે, કોઇ જાનહાનિ સમાચાર મળ્યા નથી. આ આગને બુઝાવવા માટે લગભગ 13 ટેન્કર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઇએ કે, ઇન્દોરના વિભિન્ન ક્ષેત્રોમાં આગની ઘણી ઘટનાઓ બની ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details