ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એરફોર્સના C-17 વિમાનથી મોકલ્યું ટેન્કર, જામનગરથી ઓક્સિજન લાવશે

કોરોના મહામારીમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઈન્જેક્શનની અછતનો સામનો કરી રહેલુ મધ્યપ્રદેશ હવે અન્ય રાજ્યોની મદદ માંગી રહ્યું છે. ત્યારે, ગુજરાતમાંથી ઓક્સિજન મંગાવવામાં આવ્યું છે. આજે વાયુસેનાનું IAF C-17 વિમાન ઓક્સિજન લાવવા ખાલી ટેન્કર લઇને જામનગર જવા રવાના થયું છે.

એરફોર્સના C-17 વિમાનથી મોકલ્યું ટેન્કર, જામનગરથી ઓક્સિજન લાવશે
એરફોર્સના C-17 વિમાનથી મોકલ્યું ટેન્કર, જામનગરથી ઓક્સિજન લાવશે

By

Published : Apr 24, 2021, 10:43 AM IST

  • ઓક્સિજનના ખાલી ટેન્કર ગુજરાત મોકલવામાં આવ્યું
  • વાયુસેનાના વિમાન દ્વારા જામનગરથી ઓક્સિજન લાવવામાં આવશે
  • જામનગરથી ઓક્સિજન લઈને હવાઈ માર્ગ દ્વારા ઈન્દોર પરત ફરશે

ઇન્દોર (મધ્યપ્રદેશ): વાયુસેનાનું વિશેષ વિમાન ઓક્સિજનના ખાલી ટેન્કર સાથે ગુજરાતના જામનગર જવા રવાના થયું છે. આ ટેન્કર ત્યાંથી કોરોના દર્દીઓ માટે ઓક્સિજન લઇને હવાઈ માર્ગ દ્વારા મધ્યપ્રદેશ પરત આવશે.

આ પણ વાંચો:જામનગર: રિલાયન્સ સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન

જામનગરથી ટેન્કરમાં ઓક્સિજન ભરવામાં આવશે

ઓક્સિજનની વિશાળ તંગીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ સરકારે વિમાનમાં આ ટેન્કરને તાત્કાલિક જથ્થો લેવા માટે જામનગર મોકલ્યું છે. જેથી વહેલી તકે ઓક્સિજન લાવી શકાય.જોકે, આ દરમિયાન કેટલીક તકનીકી ભૂલો આવી ગઈ હતી અને ટેન્કર વિમાનમાં ચડાવી મહામહેનતે વિમાનને મોકલવામાં આવ્યું હતું. ઈન્દોરથી વિમાન માત્ર એક કલાકમાં ગુજરાતના જામનગર પહોંચશે. ટેન્કર ત્યાંથી ઓક્સિજન લઈને હવાઈ માર્ગ દ્વારા ઈન્દોર પરત આવશે.

આ પણ વાંચો:રિલાયન્સ રિફાઇનરી ખાતેથી મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવે તેવી શક્યતા

ABOUT THE AUTHOR

...view details