ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rahul Gandhi on PM Modi : MP ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધ્યું, જુઓ શું કહ્યું... - આદિવાસીઓ પર રાહુલ ગાંધીનું નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક જાહેરસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. જાતિ ગણતરી અંગે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં માત્ર નરેન્દ્ર મોદી જ OBC, બાકી કોઈ નહીં, આ ઉપરાંત ખેડૂતોની લોન માફીની વાત કરતા મોટું વચન આપ્યું હતું.

Rahul Gandhi on PM Modi
Rahul Gandhi on PM Modi

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 7:47 PM IST

મધ્યપ્રદેશ :મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પ્રવાસ ચાલુ છે. એક પછી એક જાહેર સભાઓ કરી વોટ માટે અપીલ કરી રહેલા રાહુલ ગાંધીએ જાતિ ગણતરીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ સૌથી પહેલા મધ્યપ્રદેશના નીમચમાં ચૂંટણી સભાને સંબોધી હતી. ત્યારબાદ તેઓ હરદા જિલ્લામાં એક જાહેરસભા યોજી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો.

રાહુલ ગાંધીના ચાબખા :રાહુલ ગાંધીએ હરદામાં યોજાયેલ જાહેરસભામાં જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, તમે સાંભળ્યું જ હશે કે પહેલા વડાપ્રધાન મોદી પોતાના તમામ ભાષણોમાં પોતાને OBC કહેતા હતા. પરંતુ જ્યારથી મેં જાતિ ગણતરીની વાત શરૂ કરી છે ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે દેશમાં કોઈ જાતિ નથી, માત્ર ગરીબ છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી OBC છે. દેશમાં માત્ર એક જ OBC બચ્યા છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

આદિવાસીઓ પર રાહુલ ગાંધીનું નિવેદન :રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, અમે તમને આદિવાસી કહીએ છીએ, ભાજપના લોકો તમને વનવાસી કહે છે. આદિવાસીનો અર્થ જેઓ આ જમીનના અસલી અને પ્રથમ માલિક છે. તેમનો દેશના જલ, જંગલ અને જમીન પર પહેલો અધિકાર છે. વનવાસીનો અર્થ જેઓ જંગલમાં રહે છે, જેમને કોઈ અધિકાર મળતો નથી. પરંતુ તમે આદિવાસી છો અને હંમેશા આદિવાસી જ રહેશો. કોંગ્રેસે શરૂઆતથી જ આદિવાસીઓને તેમના અધિકારો અપાવવાનું કામ કર્યું છે. કારણ કે, કોંગ્રેસ માને છે કે આદિવાસી લોકો જ ભારતના પ્રથમ અને વાસ્તવિક માલિક છે. વનવાસીઓ તે છે જે જંગલોમાં રહે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ પેશાબ કાંડની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ વનવાસી શબ્દને લઈને ભાજપની વિચારસરણી છે.

OBC મુદ્દે પ્રહાર :અગાઉ પણ નીમચમાં રાહુલ ગાંધીએ OBC મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, મધ્યપ્રદેશની સરકાર શિવરાજ સિંહ અને 53 અધિકારીઓ ચલાવે છે. તે 53 અધિકારીઓમાંથી માત્ર 1 OBC છે. આ લોકો તેને કોઈ કામ પણ આપતા નથી. મોદીજી પોતાના ભાષણમાં પછાત લોકોની સરકાર કહે છે, આ કેવી પછાત લોકોની સરકાર છે ?

ચૂંટણીને લઇ આપ્યું મોટું વચન : રાહુલ ગાંધી સભાને સંબોધવા હરદા જિલ્લાના સિરાલી ગામમાં પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ નેતાએ ચૂંટણી સભામાં એમપી કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ઉપરાંત રાહુલ ગાંધીએ પાર્ટી દ્વારા આપેલા વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી. રાહુલ ગાંધીએ વર્ષ 2018 ના વચનને આગળ વધારતા ખેડૂતોની લોન માફીની વાત પણ કરી છે. આ સિવાય 2600 રૂપિયામાં ઘઉં ખરીદવામાં આવશે તેમ જણાવતા કહ્યું કે, આ વાત અહીં સુધી મર્યાદિત નહીં રહે પરંતુ તેને વધારીને 3000 કરવામાં આવશે. ખેડૂતોના ડાંગરને 2500 રૂપિયામાં ખરીદવામાં આવશે.

  1. Pm Modi's Millets song: વડા પ્રધાન મોદીએ લખેલ મિલેટ્સ સોંગ ગ્રેમી એવોર્ડ્સ માટે નોમિનેટ થયું
  2. Modi met Saira Bano : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેત્રી સાયરા બાનુ સાથે મુલાકાત કરી

ABOUT THE AUTHOR

...view details