ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહિલાને પ્રેમ કરવા બદલ મળી આવી ક્રુર અને તાલિબાની સજા, અર્ધનગ્ન કરી... - MP news in hindi

MPના દેવાસ જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા તેના પ્રેમીના (Brutality with Tribal Woman)ઘરેથી મળી આવતા પતિને મહિલાના ખભા પર બેસાડીને સરઘસ કાઢવામાં આવ્યું હતું. લોકોએ પ્રેમીને પગરખાના હાર પણ પહેરાવ્યા હતા. પતિએ પોતે પણ પત્નીને બધાની સામે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ મહિલાને પ્રેમ કરવા બદલ મળી આવી ક્રુર અને તાલિબાની સજા,અર્ધનગ્ન કરી...
આ મહિલાને પ્રેમ કરવા બદલ મળી આવી ક્રુર અને તાલિબાની સજા,અર્ધનગ્ન કરી...

By

Published : Jul 4, 2022, 5:10 PM IST

દેવાસઃમધ્યપ્રદેશના દેવાસ (Devas Madhya Pradesh) જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક આદિવાસી મહિલા તેના પ્રેમીના ઘરેથી મળી આવતા એના પર તાલિબાની અત્યાચાર (Brutality with Tribal Woman) કરાયા હતા. લોકોએ તેના પતિને મહિલાના ખભા પર બેસાડીને આખા ગામમાં ફેરવી હતી. મહિલાના પર ચારિત્ર્યહીન હોવાનો આરોપ લગાવ્યા બાદ મહિલાને અર્ધનગ્ન કરી અને તેને પગરખાનો હાર પહેરાવી દીધો.

આ પણ વાંચોઃRain in Surat : અવિરત વરસાદને પગલે ખાડી અને કોઝવેને લઈને તંત્ર એલર્ટ

જાહેરમાં માર માર્યોઃલોકોને આનાથી પણ સંતોષ ન થયો તો ગામના લોકોએ જાહેરમાં ઢોરમાર માર્યો. કોઈએ તેના વાળ ખેંચ્યા તો કોઈએ તેને જમીન ધક્કા મારીને પાડી દીધી. આ દરમિયાન તમામ લોકો મૂકદર્શક બની રહ્યા, મહિલાને બચાવવા માટે કોઈ આગળ ન આવ્યું. મહિલાના પ્રેમી હરિસિંગની ફરિયાદના આધારે ઉદયનગર પોલીસે પીડિતાના પતિ સહિત 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે

આ મહિલાને પ્રેમ કરવા બદલ મળી આવી ક્રુર અને તાલિબાની સજા,અર્ધનગ્ન કરી...

ગુમ થયાની ફરિયાદઃ આ મામલો દેવાસ જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉદયનગરના બોરપાડાવ ગામનો છે. અહીં એક આદિવાસી મહિલા પર તાલિબાની અત્યાચાર કરવામાં આવ્યો છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાને ગામના જ એક પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો. મહિલા તારીખ 24 જૂનની રાત્રે ઘરેથી નીકળી હતી. પતિએ આજુબાજુ તપાસ કરતા મળી ન હતી. ઉદયનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃકોણ છે શિવાંગી જોશી કે જે ખતરોં કે ખિલાડી 12માં જોખમ ખેડવા છે તૈયાર, જૂઓ ફોટોઝ

પ્રેમીના ઘરેથી મળીઃમહિલા ગામમાં જ પ્રેમીના ઘરે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પતિએ પ્રેમીના ઘરે શોધખોળ કરી તો મહિલા ત્યાં છુપાયેલી મળી આવી હતી. આ પછી મહિલાને બહાર લાવવામાં આવી અને સમગ્ર સમાજની સામે શરમજનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પતિને એની માથે બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી. તેના પ્રેમી હરિસિંહને પગરખાની માળા પહેરાવીને ગામમાં ગામમાં સરઘસ કાઢ્યું.

ઢોરમાર માર્યોઃ આ દરમિયાન મહિલાના પતિએ પત્નીને બધાની સામે ઢોરમાર માર્યો હતો. માર મારતી વખતે મહિલા પણ જમીન પર પડી ગઈ હતી, પરંતુ મદદ કરવાને બદલે લોકો હસતા જ રહ્યા. આ ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા. આ દરમિયાન ઘણા લોકો તેના માથાના વાળ કાપવાની વાત કરતા રહ્યા. મહિલાના વાળ ખેંચીને માર માર્યા બાદ પણ કોઈને મહિલાની દયા ન આવી. એક વૃદ્ધે એને માર મારતા રોક્યા હતા. પણ લોકો ખોટી રીતે એના પર ઉશ્કેરાયા.

આ પણ વાંચોઃAgnipath Scheme : અગ્નિપથ યોજના સામેની અરજી પર SCમાં આવતા અઠવાડિયે સુનાવણી

શું કહે છે પોલીસઃઆ કેસમાં, એડિશનલ SP (ગ્રામ્ય) એ જણાવ્યું હતું કે, "ઉદયનગર પોલીસે પતિ માંગીલાલ સહિત 11 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 9 લોકોની ધરપકડ કરી છે અને જેઓ દોષિત હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે". દેશમાં આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રના સર્વોચ્ચ રાષ્ટ્રપતિનું પદ સંભાળીને સન્માનિત કરવાની કવાયત ચાલી રહી છે. આ સાથે જ મધ્યપ્રદેશમાં મહિલા સશક્તિકરણની સાથે મહિલા સશક્તિકરણ અને તેમની સુરક્ષાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details