ભોપાલઃ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવરાજ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું. શિવરાજ સરકારમાં વધુ 3 પ્રધાનોનો ઉમેરો થયો છે. ભોપાલના રાજભવનમાં શનિવાર સવારે 8.45 કલાકે શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. પૂર્વ પ્રધાન તેમજ ધારાસભ્ય રાજેન્દ્ર શુકલા, ગૌરીશંકર બિસેન અને રાહુલ લોધીનો શિવરાજ સરકારના પ્રધાનમંડળમાં સમાવેશ થયો છે.
Madhyapradesh Assembly Election 2023: મધ્યપ્રદેશ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું, 3 નવા પ્રધાનનો ઉમેરો થયો - રાહુલ લોધી
ભોપાલ સ્થિત રાજભવનમાં રાજ્યપાલ મંગુભાઈએ નવા 3 પ્રધાનોને શપથ લેવડાવી. રાજેન્દ્ર શુક્લા, ગૌરીશંકર બિસેન અને રાહુલ લોધી બન્યા શિવરાજ સરકારના પ્રધાનમંડળનો હિસ્સો. વાંચો પ્રધાનમંડળના વિસ્તરણ વિશે
Published : Aug 26, 2023, 11:30 AM IST
|Updated : Aug 26, 2023, 12:09 PM IST
દિગ્ગજ નેતાઓ ઉપસ્થિતઃ રાજ્યપાલ મંગુભાઈ પટેલે આ નવા પ્રધાનોને શપથ લેવડાવી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્મા સહિત અનેક અગ્રણી નેતા ઉપસ્થિત હતા. પ્રધાન તરીકે શપથ લીધા બાદ રાહુલ લોધીએ મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. રાહુલ લોધી પૂર્વ મુખ્યપ્રધાન ઉમાભારતીના ભત્રીજા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભાજના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્રણેય નવા પ્રધાનોનું પ્રધાનમંડળમાં ઉમળકાભેર સ્વાગત કરાયું. નવનિયુક્ત પ્રધાનો પર ફૂલહારની વર્ષા કરવામાં આવી. દિગ્ગજ નેતાઓએ આશીર્વાદની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે કાર્યકર્તાઓ અને સમર્થકોએ સૂત્રોચ્ચાર દ્વારા ખૂબ શુભેચ્છાઓ પાઠવીને સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું હતું. ત્રણેય પ્રધાનોએ સીનિયર્સના આશીર્વાદ લીધા હતા. તેમના માર્ગદર્શન હેઠળ પ્રધાન તરીકે કાર્ય કરવા અને ફરજ બજાવવાની નેમ વ્યક્ત કરી હતી.
3 પ્રધાનો વિશેઃ ગૌરીશંકર બિસેન બાલાઘાટ બઠક પરથી 7 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયાછે. રાજેન્દ્ર શુકલા રીવા ઘાટ બેઠક પરથી ચાર વાર ચૂંટાયા છે. રાહુલ સિંહ લોધી પ્રથમ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. શિવરાજ સરકારે આગામી વિધાનસભા પહેલા પ્રધાનમંડળ વિસ્તરણનો નિર્ણય લીધો છે. એવામાં રાજકીય ચર્ચા વિચારણાનો દોર શરૂ થઈ ગયો છે.