મધ્યપ્રદેશ: ઈન્દોરના કંચન બાગમાં રહેતા રાહુલ જૈનના 6 વર્ષનો પુત્ર માસ્ટર વેહાન ડેઈલી સ્કૂલના પ્રથમ વર્ગમાં અભ્યાસ કરતો હતો. તે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પરિવાર સાથે દિલ્હી ગયો હતો. જ્યાં અચાનક તેની તબિયત બગડતાં તેને સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.જ્યાં શનિવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું, વેહાનના પિતા રાહુલ જૈનના જણાવ્યા અનુસાર પુત્ર વેહાનનું હૃદય બંધ થવાને કારણે મોત થયું હતું. હાર્ટ ફેલ થવાથી 6 વર્ષના બાળકના મોતના કિસ્સાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.
ઈંદૌરમાં 6 વર્ષના બાળકનું હૃદય બંધ પડી જતાં મોત, 1 ધોરણમાં ભણતો હતો માસૂમ - મધ્યપ્રદેશ સરકાર
ઈંદૌરના 6 વર્ષના માસૂમનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યું થયાની ઘટનાએ સૌ કોઈએ હતપ્રભ કરી દીધા છે. ઈંદૌરની ડેઈલી કોલેજ સ્કૂલના પ્રથમ વર્ગમાં અભ્યાસ કરતા વેહાન જૈન નામના બાળકની તબિયત અચાનક બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જવાથી તેનું મૃત્યું થયું.
Published : Nov 27, 2023, 1:47 PM IST
માસૂમ બાળકના મોતથી સૌ કોઈ આઘાતમાં: ઈંદોરના કંચન બાગમાં રહેતા રાહુલ જૈનના 6 વર્ષના પુત્ર માસ્ટર વેહાન ડેઈલી કોલેજ સ્કૂલના પ્રથમ વર્ગમાં અભ્યાસ કરતો હતો. તે તેના પરિવાર સાથે એક પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી ગયો હતો. જ્યાં અચાનક તેની તબિયત બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું નીપજ્યું. રાહુલ જૈનના જણાવ્યાં અનુસાર તેના પુત્ર વેહાનનું મૃત્યું હૃદય બંધ પડી જવાના કારણે થયું હતું. જોકે, વેહાનના મોતથી સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
માસૂમના મોતથી સૌ કોઈ હતપ્રભ: મળતી માહિતી મુજબ વેહાન છેલ્લાં કેટલાંક સમયથી નબળાઈ અનુભવી રહ્યો હતો. થોડા સમય પહેલાં તેની તબિયત બગડવા પર તેને ઈન્દોરમાં એક ડોક્ટર પાસે ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતુ, ત્યારે તેને વાયરલ ફીવર હોવાનું સામે આવ્યું હતું. જોકે, અચાનક માસૂમ બાળકના મોતની ન માત્ર તેના પરિવારજનો પરંતુ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, 6 વર્ષના વેહાનના મોતે સૌ કોઈ હતપ્રભ થઈ ગયાં છે.