કોઈમ્બતુર: ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra on Mothers day) સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને તે દરરોજ અલગ-અલગ પ્રકારની પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને માહિતગાર રાખે છે. તેમજ આનંદ મહિન્દ્રા કેટલા ઉદાર વ્યક્તિ છે તે તેના ટ્વિટર હેન્ડલ (Anand Mahindra Twitter) જોઈને જ ખબર પડે છે. મધર્સ ડે (Mothers Day 2022) પર, આનંદ મહિન્દ્રાએ તમિલનાડુના કોઈમ્બતુરમાં રહેતી ઈડલી અમ્માને ઘર ગિફ્ટ કર્યું ( Anand Mahindra gifts Idly Amma) હતું. ખાસ વાત એ છે કે આનંદ મહિન્દ્રા અને તેમના સંબંધોની શરૂઆત પણ એક ટ્વિટથી થઈ હતી.
આ પણ વાંચો -Varanasi Gyanvapi Masjid Case: અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટીની અરજી પર જ્ઞાનવાપી કેસમાં સુનાવણી