નવી દિલ્હી: ચિરાગ દિલ્હી ગામમાં પુત્ર ઈચ્છતી માતા દ્વારા કથિત રીતે બે મહિનાની પુત્રીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે, હત્યા બાદ બાળકીના મૃતદેહને ઘરમાં પડેલા માઇક્રોવેવ ઓવનમાં છુપાવી દેવામાં આવ્યો હતો. યુવતીના ગુમ થવા અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ઘરમાં શોધખોળ દરમિયાન તંદૂરમાંથી બાળકીનો મૃતદેહ(Baby Girl Body Found In Oven) મળી આવી હતી. પરિવારનો આરોપ છે કે બાળકીની માતાએ તેની હત્યા કરી છે. પોલીસે હાલ અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધીને બાળકીના માતા-પિતાની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો:રાજકોટમાંથી ગુમ થયેલી 6 વર્ષની બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
બાળકીનો મૃતદેહ માઇક્રોવેવ ઓવનમાંથી મળ્યો : ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ વિનિતા મેરી જેકરે જણાવ્યું હતું કે, ગુલશન કૌશિક તેના પરિવાર સાથે ચિરાગ દિલ્હી ગામમાં રહે છે. પરિવારમાં પત્ની ડિમ્પલ કૌશિક ઉપરાંત ચાર વર્ષનો પુત્ર અને બે મહિનાની પુત્રી હતી. ગુલશનની માતા અને ભાઈ પણ તેની સાથે રહે છે. ગુલશન ઘરની નીચે જ કરિયાણાની દુકાન ચલાવે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે લગભગ પાંચ વાગ્યે ચિરાગ દિલ્હી ગામમાંથી એક બાળકીના ગુમ થવાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે, બાળકીની દાદી અને તેના પાડોશીઓ ઘરમાં શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન બાળકીનો મૃતદેહ ઘરના બીજા માળે પડેલા માઇક્રોવેવ ઓવનમાંથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, બાળકીનો જન્મ 27 જાન્યુઆરી 2022ના રોજ થયો હતો. છોકરીની માતાને પુત્ર જોઈતો હતો, જેના કારણે તે પુત્રીના જન્મ પછી ખુશ ન હતી.
આ પણ વાંચો:પોરબંદરમાં મળી આવેલા નવજાત બાળકના મૃતદેહનો ઉકેલાયો ભેદ
છોકરીની માતાને પુત્ર જોઈતો હતો : પાડોશીઓ અને સંબંધીઓની વાત માનીએ તો ડિમ્પલ અને તેના પતિ વચ્ચે આ બાબતે ઘણી વખત ઝઘડો થયો હતો. જે રૂમમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો તે રૂમ બહારથી બંધ હતો. પડોશીઓએ જણાવ્યું હતું કે, બાળકીની માતા તેની પુત્રી સાથે જે થયું તેનાથી નારાજ હતી. તેણે કહ્યું કે તેને એક પુત્ર હોવો જોઈએ. પોલીસ કેસની તપાસ કરી રહી છે.