- ત્રિપૂરામાં 90 કેસ ડેલ્ટા વેરિએન્ટ મળી આવતા
- વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી
- ઈમ્યુનિટીને ઓછી કરે છે આ વેરિએન્ટ
અગરતલા: દેશભરમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો સતત વધી રહ્યા છે. ત્રિપૂરામાં આ અંગે પુષ્ટી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતના આ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 90થી વધારે કેસ મળી આવ્યા છે.
90 નમૂના પોઝિટિવ
અધિકારીઓને શુક્રવારે જણાવ્યું કે ત્રિપૂરાએ જીમોન અનુક્રમણ માટે 151 RT-PCRના નમૂના પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા હતા જેમાં 90થી વધારે નમૂનામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની પૃષ્ટી થઈ છે. અધિકારીઓએ કહ્યું છે કે આ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો : Ask the Doctor : કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટ્સ અંગેના પ્રશ્નોનો ICMRના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યા જવાબ
ઈમ્યુનિટી ઓછી કરે છે આ વેરિએન્ટ
સ્વાસ્થ્ય કર્મચારીઓ મુજબ નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અધિક સંક્રામક છે અને તે જલ્દીથી ફેલાઈ રહ્યો છે. રસી મેળવ્યા બાદ પણ આ ઈમ્યુનિટીને પણ ઓછી કરે છે. આને જોતા કોવિડ સંક્રમણની ઓળખ અને ઈલાજ ખૂબ જ જરૂરી છે.
K417 ઉત્પરિવર્તન
રીપોર્ટ મુજબ, ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ડેલ્ટા સ્વરૂપની તુલનામાં એક વધારે ઉત્પરિવર્તન છે. આ ઉત્પરિવર્તનને K417 ઉત્પરિવર્તન નામ આપવામાં આવ્યું છે. પ્લસનો મતલબ એ છે કે, ડેલ્ટા સંસ્કરળમાં એક વધારે ઉત્પરિવર્તન થયુ છે. તેનો મતબલ એ છે કે ડેલ્ટા પ્લસ સંસ્કરણની તુલનામાં અધિક ગંભીર અને સંક્રામક છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સામે આવેલા ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 21 કેસોમાંથી 2ની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત
ફેફસાને નુક્સાન
ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધેલા સંક્રમણ, ફેફસાના કોષોઓની રિસેપ્ટર્સના માટે મજબૂત બંધન, મોનોક્લોનલ એન્ટીબોડી પ્રિતિક્રિયામાં સંભવીત કમી અને સંભાવિત પોસ્ટ ટીકાકરણ ઈમ્યુનિટીમાં કમીના કારણે ચિંતાના સંસ્કરણના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.