ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાંથી રુપિયા 1400 કરોડનું 'મેફેડ્રોન' જપ્ત કરાયુ - મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ

'મેફેડ્રોન'ને 'મ્યાઉ મ્યાઉ' અથવા એમડી તરીકે પણ ઓળખવામાં આવે(Mephedrone worth 1400 crore seized) છે. તે નેશનલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.

1400 કરોડનું 'મેફેડ્રોન' જપ્ત
1400 કરોડનું 'મેફેડ્રોન' જપ્ત

By

Published : Aug 4, 2022, 4:17 PM IST

મુંબઈ: મુંબઈ પોલીસે પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને રૂપિયા 1,400 કરોડની કિંમતનું 700 કિલોગ્રામ 'મેફેડ્રોન' જપ્ત કર્યું(Mephedrone worth 1400 crore seized ) છે. આ સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ ગુરુવારે આ બાબતે જાણકારી આપ્તા જણાવ્યું કે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના(Mumbai Crime Branch) એન્ટી ડ્રગ સેલ (ANC) એ યુનિટ પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો - ડ્રગ્સ, દરિયો અને ગુજરાત: 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

1400 કરોડનું મેફેડ્રોન જપ્ત - ચોક્કસ માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ANCની ટીમે પરિસરમાં દરોડો પાડ્યો હતો અને તે દરમિયાન તે પ્રકાશમાં આવ્યું હતું કે ત્યાં પ્રતિબંધિત ડ્રગ 'મેફેડ્રોન'નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ચાર આરોપીઓની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિને નાલાસોપારામાં પકડવામાં આવ્યો હતો. શહેર પોલીસ દ્વારા તાજેતરના સમયમાં આ સૌથી મોટી માદક દ્રવ્યોની જપ્તી છે.

આ પણ વાંચો - પોલીસે ફરી કર્યો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details