ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બક્સરના ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ - બિહાર ન્યૂઝ

બક્સરના ચૌસામાં મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહ લગભગ 1 કિલોમીટરની ત્રિજ્યામાં ગંગા નદીમાં પથરાયેલા છે. મહાદેવ ઘાટ ઉપર કૂતરાઓ આ લાશ ખાઈ રહ્યા છે. ETV Bharatએ આ દ્રશ્ય જોઇને તરત જ બક્સરના DMને જાણ કરી છે.

બક્સરની હ્રદયસ્પર્શી ઘટના આવી સામે
બક્સરની હ્રદયસ્પર્શી ઘટના આવી સામે

By

Published : May 10, 2021, 12:54 PM IST

Updated : May 10, 2021, 1:16 PM IST

  • બક્સરની હ્રદયસ્પર્શી ઘટના આવી સામે
  • ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ
  • કૂતરાઓ મૃતદેહને ખાઈ રહ્યા છે

બક્સર:બક્સરમાંથી એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. મહાદેવ ઘાટ ઉપર એક કિલોમીટરના ત્રિજ્યામાં 4 ડઝનથી વધુ મૃતદેહો પથરાયેલા છે. કૂતરાઓ ઘણા મૃતદેહને ખાઈ રહ્યા છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોરોના સમયગાળા દરમિયાન મકાનમાં મૃત્યુ પામેલા લોકોને સગાઓ દ્વારા ગંગાના કાંઠે ફેંકી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:અતુલ્ય ગંગા: આર્મી જવાનોની ટીમ 4700 કિમી પદ યાત્રા કરીને સ્વચ્છ ગંગા બનાવવાનો સંદેશો અપાશે

ETV Bharatએ DMને કરી જાણ
ETV Bharatના સંવાદ દાતાએ આ હ્રદયસ્પર્શી વલણ આપતા દ્રશ્ય જોઈને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, મહાદેવ ઘાટ પર મૃતદેહ એક કિલોમીટરની ત્રિજ્યામાં દેખાય છે. કૂતરાઓ તેને ખાઈ રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી છે.

Last Updated : May 10, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details