ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમાનવીય : કર્ણાટકના હસનમાં 35થી વધુ વાંદરાઓને ઝેર આપી મારી નંખાયા - હસનમાં વાંદરાઓના મોત

હાસન જિલ્લાના બેલુર તાલુકાના ચૌદનાહલ્લી ગામ નજીક 38 વાંદરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. વાંદરાઓને મારીને ફેંકી દેવાયા હતા. આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોને આઘાત લાગ્યો હતો.

કર્ણાટકના હસનમાં 35થી વધુ વાંદરાઓને ઝેર આપી મારી નંખાયા
કર્ણાટકના હસનમાં 35થી વધુ વાંદરાઓને ઝેર આપી મારી નંખાયા

By

Published : Jul 29, 2021, 9:27 PM IST

  • હસન જિલ્લાના બેલુરમાં ચૌદનાહલ્લી ગામે આઘાતજનક ઘટના
  • 38 વાંદરાની નિર્દયતાથી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું
  • કોંથળામાં ભરવામાં આવેલા 20થી વધુ વાંદરાઓ ઈજાગ્રસ્ત

હસન ( કર્ણાટક ) :જિલ્લાના બેલુર તાલુકાના ચૌદનાહલ્લી ગામે એક આઘાતજનક ઘટના સામે આવી છે. ગુરુવારે સવારે 38 વાંદરાની નિર્દયતાથી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, 20થી વધુ વાંદરાઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, 2 વાંદરાઓને છોડીને, અન્યોને ગ્રામીણો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. આ બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન ભાગ : વિદેશ મંત્રાલય

મૃત વાંદરાઓને કોથળામાં ભર્યા

આ અંગેની પ્રાથમિક તપાસમાં વાંદરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોય તે સામે આવ્યું છે. બાદમાં અસામાજીક તત્વોએ વાંદરાઓને મોટા કોથળામાં ભરીને ચોકડેનહલ્લી નજીક સકલેશપુર બેગુર ક્રોસરોડ પર ફેંકી દેવામાં આવ્યા હતા.

20 જેટલા વાંદરાઓ ઇજાગ્રસ્ત

જ્યારે સ્થાનિક યુવકોને, રસ્તા પર પડેલી શંકાસ્પદ મોટા કોથળામાં જોતા જ ઘટના અંગે જાણ થઈ હતી. વાંદરાઓના મૃતદેહ જોઈને યુવાનો ચોંકી ગયા હતા. આ સાથે 20 જેટલા વાંદરાઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે, વાંદરાઓને મોટા કોથળામાં ભરીને હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:મુખ્ય આર્થિક સલાહકારે અર્થવ્યવસ્થા અંગે કરી મોટી વાત, કહ્યું - હાલ જરૂરી છે કે...

ચિકિત્સકો દ્વારા વાંદરાઓની સારવાર કરાઈ

જ્યારે કોથળામાં ખોલીને જોવામાં આવે છે, ત્યારે કેટલાક વાંદરાઓ હાંફી રહેતી હાલતમાં હતા અને તે વાંદરાઓ ચાલવાની હાલતમાં પણ ન હતા. સ્થાનિકોએ વાંદરાઓને પાણી પીવડાવ્યું અને પશુચિકિત્સક દ્વારા તેમનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. 20 પૈકી 18 વાદરાઓ પાણી પીયને સ્વસ્થ થતા સ્થળ છોડીને ભાગી ગયા હતા. આ સાથે અન્ય બે વાંદરાઓની સારવાર પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવી રહી છે અને સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ

બેલુર ફોરેસ્ટ રેન્જના સહાયક વન સંરક્ષક પ્રભુએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ મામલે રેંજ ફોરેસ્ટ ઓફિસર યેશ્મા મચમ્મા અને ફોરેસ્ટર ડી ગુરુરાજ તપાસ કરી રહ્યા છે. અસામાજીક શખ્સો દ્વારા વાંદરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાની એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ વાંદરાઓને એક અલગ જગ્યાએથી લાવ્યા હતા, અને રાત્રે 10 વાગ્યે તેમને અહીં ફેંકી દીધા હતા. વાંદરાઓના મૃતદેહો લીલા થઈ ગયા હતા, આથી તેઓને ઝેર આપવામાં આવ્યું હોવાની શંકા છે. વન અધિકારીઓએ ધાર્મિક વિધિઓ સાથે મૃત વાંદરાઓના અંતિમ સંસ્કાર કર્યા હતા. હાલ, વન વિભાગ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details