ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા - લાહોલ સ્પીતિના ડેપ્યુટી કમિનશનર નીરજ કુમાર

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ (Lahaul-Spiti)માં વાદળ ફાટતા અને ભારે વરસાદ પછી દરેક જગ્યાએ ભૂસ્ખલન (Landslides ) થવાથી 150થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે. તેવામાં તમામ પ્રવાસીઓને લાહૌલ ઘાટીથી બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની (Helicopter) મદદ લેવામાં આવશે.

લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા
લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા

By

Published : Jul 30, 2021, 11:02 AM IST

  • હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં (Lahaul-Spiti) પૂરના કારણે હજારો વાહન ફસાયા
  • 150થી વધુ પ્રવાસીઓ ઉદયપૂર ઉપમંડળ (Udaipur subdivision)માં વિવિધ જગ્યા પર ફસાયા
  • પ્રવાસીઓને લાહૌલ ઘાટીથી બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની (Helicopter) મદદ મગાઈ

લાહોલ સ્પીતિઃ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં (Lahaul-Spiti in Himachal Pradesh) આવેલા પૂરના કારણે હજારો વાહનો ફસાઈ ગયા છે. જ્યારે 150થી વધુ પ્રવાસીઓ ઉદયપૂર ઉપમંડળમાં (Udaipur subdivision) વિવિધ જગ્યાઓ પર ફસાયા છે. તેવામાં તમામ પ્રવાસીઓને લાહૌલ ઘાટીથી બહાર કાઢવા માટે રાજ્ય સરકાર પાસેથી હેલિકોપ્ટરની (Helicopter) મદદ માગવામાં આવી છે. ત્યારબાદ શુક્રવારે હેલિકોપ્ટરથી પ્રાથમિકતાના આધારે મહિલાઓ અને બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવશે.

આ પણ વાંચો-અમરનાથમાં વાદળ ફાટ્યું, સિંધુ નદીમાં વધ્યું જળ સ્તર

લાહોલ સ્પીતિના ડેપ્યુટી કમિશનરે રાજ્ય સરકારને અવગત કરાવ્યા

લાહોલ સ્પીતિના ડેપ્યુટી કમિનશનર નીરજ કુમારે (Deputy Commissioner Lahaul Spiti Neeraj Kumar) આ અંગે રાજ્ય સરકારે અવગત પણ કરાવ્યા છે. તો બીજી તરફ BROની 700 RCC મનાલી લેહ માર્ગને ફરી શરૂ કરવામાં લાગી છે. આપને જણાવી દઈએ કે, સાકલ નાલા સહિત દારચાથી સરચૂ સુધી દરેક જગ્યાએ રસ્તો તૂટી ગયો છે. જોકે, BROએ અસ્થાયી રીતે બાયા પ્યૂકરથી કારદંગ થઈ નાના વાહનને આરપાર કરાવ્યા છે. BROની માનીએ તો, શુક્રવારે સવાર સુધી રસ્તો પહેલાની જેમ શરૂ થઈ જશે.

આ પણ વાંચો-ઉત્તરકાશીમાં આકાશમાંથી આફત વરસી, લોકોને યાદ આવી ગઇ 2013ની ભયાનક તસવીરો

તોઈંગ નાલા પાસે ટ્રાફિક (Traffic) વેરવિખેર કરાયો

આ માર્ગ પર સરચૂ, ભરતપૂર, જિંગજિંગબાર, પતસેઉ, દારચા, જિસ્પા, ગેમુરમાં ફસાયેલા પ્રવાસીઓ પણ હવે ધીમે ધીમે પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચવા લાગ્યા છે. બીજી તરફ તાંદી સંસારી માર્ગ પર BROને ભારી નુકસાન થયું છે. ત્રણ જગ્યા પૂલ વહી ગયો છે. જ્યારે અડધા ડઝનથી વધુ સ્થળથી રસ્તા જ ગાયબ થઈ ગયા છે. તો તોઈંગ નાલા પાસે ટ્રાફિક (Traffic) વેરવિખેર કરવામાં આવ્યો છે, પરંતુ શાંશા પૂલ અને જાહલમાં પૂલ વહી જવાથી ટ્રાફિક (Traffic) સૂચારુ થવામાં સમય લાગી શકે છે.

ABOUT THE AUTHOR

...view details