ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંગળવારે ભારતમાં 1 કરોડથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી - Union Ministry of Health

કો-વિન પોર્ટલના આંકડા મુજબ મંગળવારે 1.28 કરોડ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય સ્વસાથ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સાંજે 6 વાગે એક દિવસમાં સર્વાધિક 1.09 કરોડ ડોઝ મુકવામાં આવ્યા છે.

corona
મંગળવારે ભારતમાં 1 કરોડથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી

By

Published : Sep 1, 2021, 7:49 AM IST

  • ભારતે બનાવ્યો બીજો એક રીકોર્ડ
  • મંગળવારે 1 કરોડથી વધુ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા
  • સ્વાસ્થ્ય પ્રધાને આપી દેશને આપી શુભકામના

દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું," દેશમાં 5 દિવસોમાં બીજી વાર શનિવારે કોરોના રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધી 65 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કો-વિન પોર્ટલના આંકડા મુજબ મંગળવારે 1.28 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, " સાંજે 6 વાગ્યા સુધી સર્વાધિક 1.09 કરોડ રસીની ડોઝ આપીને રેકોર્ડ બનાવ્યો છે". તેમણે આ બાબતે સમગ્ર દેશને શુભકામના આપી હતી.

તેમણે 50 કરોડથી વધુ પહેલા ડોઝ લગાવવા બાબતે ઐતિહાસિક ઉપલબ્ધી સુધી પહોંચવા માટે મદદ કરનાર કોવિડ યોદ્ધો અને લોકોની મહેનતની પણ પ્રસંશા કરી. પ્રધાને ટ્વીટ કર્યું કે, " વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનના હેઠળ વધુ એક ઉપલબ્ધી મેળવી છે. 50 કરોડ લોકોએ કોરોના રસીને પહેલો ડોઝ લીઘો હતો. આ અભિયાનનેને સફળ કરનાર યોદ્ધોઓની મહેનતની પ્રસંશા કરુ છું".

આ પણ વાંચો :ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિને લઈ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને

તેમણ લખ્યું કે," અભિનંદન, ભારતમાં આજે(મંગળવારે) કોરોનાના 1 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. સાંજે 6 વાગે 1.09 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, જે આજ સુધી સૌથી વધુ છે, ગણતરી હજુ ચાલું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશ કોરોના સામે જોરદાર રીતે જંગ લડી રહ્યો છે. ભારતને 10 કરોડ ડોઝ સુધી પહોંચાડવા માટે 85 દિવસ લાગ્યા હતા અને 20 કરોડના આંકડા સુધી પહોંચતા 45 દિવસ લાગ્યા હતા અને 30 કરોડ સુધી પહોંચતા 29 દિવસ લાગ્યા હતા. દેશના 40 કરોડ સુધી પહોંચ્યા બાદ 24 દિવસ તથા 6 ઓગસ્ટ 50 કરોડનો આંકડો પાર કરવા માટે બીજા 20 દિવસ લાગ્યા હતા. તેણે 25 ઓગસ્ટે 60 કરોડ પાર કરવા માટે 19 દિવસ લાગ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details