ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિવસેનાના વધુ બે ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જવા માટે રવાના થયા - undefined

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારની (Maharashtra Political Crisis) મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતમાં આવેલા એકનાથ શિંદે સાથે બળવાખોર ધારાસભ્યો બાદ ગુવાહાટી (Eknath Shinde Reached Guwahati) પહોંચ્યા છે. ત્યારે બુધવારે ફરી શિવસેનાના યોગેશ કદમ અને ગીતા (Maharashtra MLA At Surat) જૈન લી મેરિડીયન હોટલ પહોચ્યાં હતાં. આ સાથે જ વધુ 1 ધારાસભ્ય હોટલ પહોંચી શકે છે.

શિવસેનાના વધુ બે ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જવા માટે રવાના થયા
શિવસેનાના વધુ બે ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જવા માશિવસેનાના વધુ બે ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જવા માટે રવાના થયાટે રવાના થયા

By

Published : Jun 22, 2022, 2:10 PM IST

Updated : Jun 22, 2022, 4:15 PM IST

મુંબઈ (મહારાષ્ટ્ર):મહાનગર સુરતમાં મહારાષ્ટ્રના (Maharashtra Political Crisis) બે ધારાસભ્યો યોગેશ કદમ અને ગીતા જૈન સુરત પહોંચ્યા હતા. જ્યાંથી એક બેઠક બાદ તેઓ ગુવાહાટી (Eknath Shinde Reached Guwahati) જવા માટે રવાના થયા હતા. સોમવાર રાતથી શિવસેનાના ધારાસભ્યો એકાએક સુરત આવી પહોંચતા ઉદ્ધવ ઠાકરેની સરકાર હાલકડોલક થવા લાગી છે. બળવાખોર નેતા એકનાથ શિંદેએ જે હોટેલમાં રોકાણ કર્યા હતું ત્યાં આ બે ધારાસભ્યોએ બેઠક યોજી હતી. એ પછી ગુવાહાટી જવા માટે રવાના થયા છે.

આ પણ વાંચોઃશિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

રાજકીય હંગામોઃ મંગળવારે સાંજ સુધી રાજકીય હંગામો યથાવત રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરના નજીકના મનાતા મિલિન્દ નાર્વેકરે સુરત આવીને એકનાથ શિંદે સહિત અન્ય ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ તેઓ સુરતથી આસામના ગુવાહાટી જવા માટે રવાના થયા હતા. આ માહોલ વચ્ચે વાવડ એવા મળ્યા છે કે, મુંબઈથી વધુ બે ધારાસભ્યો (Maharashtra MLA At Surat) સુરત પહોંચ્યા હતા. આ માહોલ વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ યુદ્ધના ધોરણે કેબિનેટની બેઠક બોલાવી હતી.

આ પણ વાંચોઃમુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામુ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ કરાઈ વર્ચુઅલ બેઠક

અઘાડી સરકાર પર રાજકીય આફતઃ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રની અઘાડી સરકાર પર રાજકીય આફત તોળાતી હોય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. જેમાં હવે અઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવા માટેની રજૂઆત કરી શકે છે. આવા સંકેત શિવસેનાના જ સાંસદ સંજય રાઉતે આપ્યા છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાતોરાત સરકાર બનાવ્યા બાદ ભાજપનો પ્લાન મહારાષ્ટ્રમાં કમળ ખિલવવાનો હોય એવું આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે. જોકે, મહારાષ્ટ્રમાં આ પ્રકારની ઉથલપાથલ થઈ હોય એવો પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ત્રણ વખત આ પ્રકારની ઉથલપાથલ જોવા મળેલી છે.

Last Updated : Jun 22, 2022, 4:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details