મુરાદાબાદઃ અવાર નવાર હિજાબને લઇને વિવાદો સામે આવી રહ્યા છે. ફરી વાર એક એવો જ વિવાદ સામે આવ્યો છે. આ બનાવમુરાદાબાદમાં બન્યો છે. જેમાં બુધવારે બપોરે મુરાદાબાદમાં હિન્દુ કોલેજના ગેટ પર ભારે હોબાળો થયો હતો. બુરખો પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓને રોકી હતી. જ્યારે કોલેજ એડમિનિસ્ટ્રેશને તેને ડ્રેસ કોડમાં જ એડમિશન આપવાનું કહ્યું તો તેણે વિરોધ શરૂ કર્યો. માહિતી મળતા જ સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સભાના પદાધિકારીઓ આવ્યા અને હંગામો મચાવ્યો.
આ પણ વાંચો હિજાબ વિવાદઃ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીને હળધૂત કરાઈ
ડ્રેસ કોડ લાગુ:હિંદુ કોલેજમાં તારીખ 1 જાન્યુઆરીથી ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી તમામ વિદ્યાર્થીઓને ડ્રેસમાં જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે ગેટ પર જ સ્ટાફની ડ્યુટી લગાવી દેવામાં આવી છે. બુધવારે બપોરે કેટલીક વિદ્યાર્થીનીઓ બુરખામાં આવી હતી. મહિલા પ્રોફેસરે તેમને રોક્યા. તેણે વિદ્યાર્થિનીઓને ડ્રેસમાં આવવા કહ્યું. આ પછી જ પ્રવેશ આપવામાં આવશે.જેને લઇને વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો.
અનેક વાર કિસ્સાઓ: હિસાબને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. જેના કારણે અનેક હોબાળા પણ થઇ રહ્યા છે. ધણી વાર એવું પણ થાય છે કે તેને રોકવાને બદલે લોકો વધુ આ વિવાદને ઉશ્કેરે છે. અને જેને લઇને નાનો વિવાદ વિશાળ સ્વરૂપ લઇ લે છે.
આ પણ વાંચો Hijab ban in Karnataka: હિજાબ પ્રતિબંધથી મુસ્લિમ છોકરીઓ શિક્ષણના અધિકારથી વંચિત
કાર્યકરો પહોંચી ગયા:થોડી જ વારમાં એસપી સ્ટુડન્ટ્સ એસપીના જિલ્લા પ્રમુખ મોહમ્મદ અસલમ ચૌધરી અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો સાથે ત્યાં પહોંચી ગયા. તેઓ ગેટ પર જ ધરણા પર બેસી ગયા હતા. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે બુરખામાં કોલેજ જવું એ તેમનો અધિકાર છે. અગાઉ તે બુરખામાં આવતી રહી છે. હંગામાની માહિતી મળતા જ કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેણે કોલેજ પ્રશાસન અને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી. આ પછી છોકરીઓ ત્યાંથી નીકળી ગઈ.
આવેદનપત્ર આપવામાં આવ્યું:એસપી સ્ટુડન્ટ્સ યુનિયન વતી પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેણે માંગ કરી છે કે વિદ્યાર્થિનીઓને બુરખામાં ક્લાસ રૂમમાં જવા દેવી જોઈએ. કોલેજના ગેટ પર વિદ્યાર્થીનીઓના બુરખા ઉતારવા યોગ્ય નથી. તેનાથી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં ઘટાડો થશે. હિંદુ કોલેજના જેફ પ્રોક્ટર ડો.એ.પી.સિંઘે જણાવ્યું હતું કે બે મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે 1 જાન્યુઆરીથી કોલેજમાં ડ્રેસ પહેરીને આવવું ફરજિયાત છે. આ નિયમ બધાને લાગુ પડે છે.