ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Monsson Session of Parliament: આજે સંસદમાં હોબાળો થવાની શક્યતા, IT પ્રધાન જાસૂસી કાંડ મુદ્દે આપશે જવાબ - અશ્વિની વૈષ્ણવ સંસદમાં બોલવા માટે

સંસદમાં આજે ચોમાસા સત્રનો (Monsson Session of Parliament) ચોથો દિવસ છે. ત્યારે રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ પર IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ (IT Minister Ashwini Vaishnav) નિવેદન આપશે. બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

Monsson Session of Parliament: આજે સંસદમાં હોબાળો થવાની શક્યતા, IT પ્રધાન જાસૂસી કાંડ મુદ્દે આપશે જવાબ
Monsson Session of Parliament: આજે સંસદમાં હોબાળો થવાની શક્યતા, IT પ્રધાન જાસૂસી કાંડ મુદ્દે આપશે જવાબ

By

Published : Jul 22, 2021, 10:24 AM IST

  • સંસદમાં ચોમાસા સત્રનો ચોથો દિવસ (Monsson Session of Parliament) છે
  • રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ પર IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ આપશે નિવેદન
  • સંસદમાં કોંગ્રેસ આ મુદ્દા પર સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારીમાં

નવી દિલ્હીઃ સંસદમાં આજે ચોમાસા સત્રનો ચોથો દિવસ છે. ત્યારે રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ પર IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ નિવેદન આપશે. બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સંસદના ચોમાસા સત્રના આજે ચોથા દિવસે સંસદના બંને ગૃહમાં હોબાળો થવાની શક્યતા છે. રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ પર IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) નિવેદન આપશે.

આ પણ વાંચો-રાજ્યસભામાં પેગાસસ મામલે વિવાદ : કૉંગ્રેસના નિયમ 267 અંતર્ગત ચર્ચાની માગ

ખેડૂતો આજે જંતરમંતરમાં ધરણાં કરશે

તો બીજી તરફ સંસદના ચોમાસા સત્રને ધ્યાનમાં રાખીને આજથી ખેડૂત યુનિયન (Farmers Union) જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કરશે. સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી ખેડૂતો ધરણાં કરશે. ખેડૂતોએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માગ કરી છે. તેવામાં લોકસભામાં આજે નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોની માગ અને જાસૂસી કાંડના મુદ્દે ફરી એક વાર હોબાળો થાય તેવી સંભાવના છે. IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં નિવેદન આપશે.

આ પણ વાંચો-સાયકલ ચલાઇને સંસદ પર પહોંચ્યા તૃણમૂલ સાંસદ, ઇંધણની કિંમતના વધારામાં કર્યો વિરોધ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પેગાસસની તપાસ કરે તેવી માગ

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના મધ્યપ્રદેશ યુનિટના (Madhya Pradesh unit of Congress) અધ્યક્ષ કમલનાથ (Kamalnath) જાસૂસી કાંડને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેમણે પેગાસસ જાસૂસી કાંડને (Pegasus Detective Scandal લોકોની ગોપનિયતા, પ્રજાતંત્ર અને ભારતીય સંવિધાન પર સૌથી મોટો હુમલો ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કરે તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details