- સંસદના ચોમાસા સત્રનો (Monsoon Session) આજે છેલ્લા સપ્તાહનો બીજો દિવસ
- સંસદના બંને ગૃહમાં આજે વિપક્ષ અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત છે
- બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
નવી દિલ્હીઃ અત્યારે સંસદના ચોમાસા સત્ર (Monsoon Session)નો છેલ્લો સપ્તાહ છે. ત્યારે આજે બીજા દિવસે બંને ગૃહમાં વિપક્ષ અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત છે. વિપક્ષ પેગાસસ જાસુસી કાંડ (Cons Pegasus espionage scandal), કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ (Agricultural law and other issues) પર ચર્ચાની માગ કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, સરકાર વિભિન્ન મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચાથી બચી રહી છે. તો સરકારનું કહેવું છે કે, તેઓ ગૃહમાં ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ફક્ત હોબાળો કરી રહ્યું છે.
આ પણ વાંચો-વડાપ્રધાન 'ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કાનું કરશે લોકાર્પણ
સંસદની કાર્યવાહી પહેલાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ