ગુજરાત

gujarat

ETV Bharat / bharat

monsoon session 2022 :સાંસદોએ મચ્છરદાનીમાં વિતાવી રાત, સસ્પેન્શન સામે 50 કલાકનો વિરોધ - રાજ્યસભા

રાજ્યસભામાંથી સસ્પેન્ડ (monsoon session 2022) કરાયેલા વિપક્ષી દળોના સાંસદો સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે સરકાર વિરુદ્ધ 50 કલાક સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલો વિરોધ ગુરુવારે રાત્રે પણ ચાલુ રહ્યો હતો. મચ્છરોથી પરેશાન સાંસદોએ મચ્છરદાની લગાવીને તેમની ઊંઘ પૂરી કરી.

monsoon session 2022
monsoon session 2022

By

Published : Jul 29, 2022, 11:27 AM IST

નવી દિલ્હીઃચોમાસુ સત્ર 2022માં રાજ્યસભામાંથી સસ્પેન્ડ (monsoon session 2022) કરવામાં આવેલા વિપક્ષી દળોના સાંસદોનો સતત વિરોધ થઈ રહ્યો છે. સંસદ ભવનમાં ગાંધી પ્રતિમાની સામે સસ્પેન્ડેડ સાંસદો 50 કલાકથી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી (50 hour protest in the Parliament complex) રહ્યા છે. બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલો વિરોધ ગુરુવારે રાત્રે પણ ચાલુ રહ્યો હતો. મચ્છરોથી પરેશાન સાંસદોએ મચ્છરદાની લગાવીને તેમની ઊંઘ પૂરી કરી. આમ (Parliament monsoon session 2022) આદમી પાર્ટીના સસ્પેન્ડેડ સાંસદ સંજય સિંહ મચ્છરદાનીમાં સૂતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:હત્યાની તપાસ દરમિયાન સગીરા પર દુષ્કર્મ થયાનું ખલ્યું, 10 શખ્સો ઝડપાયા

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યું ટ્વીટ:તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ પણ સાંસદોના વિરોધ સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી પણ તેમાં ભાગ લઈ રહી છે. તેમણે ટ્વીટ કર્યું, કોંગ્રેસ, DMK, TMC, CPM અને AAP સાંસદો 50 કલાકના ધરણા આપી રહ્યા છે. આ સાંસદો મોંઘવારી, GST પર ચર્ચાની માંગ સાથે તેમના સસ્પેન્શન માટે ધરણા કરી રહ્યા છે.

આ પણ વાંચો:PM મોદીએ રંગારંગ સમારોહ વચ્ચે 44મા ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું

હડતાલ આજે થશે સમાપ્ત: સોમવાર અને મંગળવારે ગૃહમાં હંગામાને લઈને 20 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષના સસ્પેન્ડ કરાયેલા સાંસદો બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થયા હતા, જે આજે બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન સસ્પેન્ડેડ સાંસદોએ પાળી મુજબ ધરણા કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં TMCના 7, DMKના 6, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ત્રણ, CPI(M)ના બે અને આમ આદમી પાર્ટી અને CPIના એક-એક સાંસદનો સમાવેશ થાય છે. આ સાથે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ચાર કોંગ્રેસી સાંસદો પણ આ ધરણામાં જોડાયા છે. વિરોધ કરી રહેલા સાંસદોએ ટેન્ટની માંગણી કરી હતી. પરંતુ પ્રશાસને આ વાતનો ઇનકાર કર્યો હતો. વહીવટીતંત્રનું કહેવું છે કે સંસદ સંકુલમાં આવા બાંધકામને મંજૂરી આપી શકાય નહીં.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details