નવી દિલ્હીઃચોમાસા 2022ની (Monsoon 2022) રાહ જોઈ રહેલા લોકો અને કૃષિ ક્ષેત્ર (Agriculture) સાથે જોડાયેલા લોકો માટે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત સારી થવાની ધારણા સાથે જૂન મહિનામાં જ મહત્તમ વરસાદની અપેક્ષા છે. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ વરસાદ 880.6 મીમી પડી શકે છે. તેની સરખામણીમાં વરસાદની સંભાવના 98 ટકા છે. આ દરમિયાન ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, જ્યારે પંજાબ, યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વધુ વરસાદ પડશે. આ સાથે જ, ખેડૂતો માટે સારા સમાચાર છે કે, ચોમાસું તેમના માટે સારું રહેશે, કારણ કે શરૂઆતના મહિનામાં પાકની વાવણી માટે સારો વરસાદ થશે, તેનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે.
આ પણ વાંચો :Gujarat Weather Report: રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થતા ગરમીથી રાહત, જાણો આજનું તાપમાન
સામાન્ય ચોમાસાની આગાહી : ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે ચોમાસા 2022ની આગાહી (Monsoon 2022 Forecast) કરી છે. જેમાં સામાન્ય ચોમાસાની આગાહી કરવામાં આવી છે. એજન્સી અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને સરેરાશ વરસાદની સરખામણીમાં 2022માં 98 ટકા વરસાદ થવાની સંભાવના છે. હકીકતમાં સામાન્ય વરસાદનો પ્રસાર LPA ના 96-104 રહેશે.