નવી દિલ્હીઃદિલ્હીમાં રવિવારે મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો (Monkeypox case in delhi) છે. પશ્ચિમ દિલ્હીમાં રહેતા 32 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિનો વિદેશ જવાનો કોઈ ઈતિહાસ નથી. હાલમાં જ આ દર્દી ઉનાળાના વેકેશન માટે (monkeypox delhi case) હિમાચલ પ્રદેશના કુલુ મનાલી ગયો હતો. પીડિતને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના કુલ 4 કેસ નોંધાયા છે. ત્રણ કેસ કેરળના છે.
આ પણ વાંચો:WHOએ મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી જાહેર
દિલ્હી સરકાર સતર્ક : દિલ્હીમાં પણ મંકીપોક્સના મામલા સામે આવ્યા બાદ દિલ્હી સરકાર સતર્ક (monkeypox In India) થઈ ગઈ છે. સરકાર દ્વારા અગમચેતીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલને નોડલ સેન્ટર બનાવવામાં આવ્યું (monkeypox Case In India) છે. આ અંગે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.સુરેશ કુમારનું કહેવું છે કે, મંકીપોક્સને ધ્યાનમાં રાખીને છ બેડનો આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. અહીં કામ કરતા ડોકટરો, નર્સો અને સ્ટાફને મંકીપોક્સ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ દર્દીને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે. જ્યાં આવા દર્દીઓની તપાસ અને સારવાર ભારત સરકાર અને WHOની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. આ માટે આજે 20 ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે.